Mandir somnath

Diamond trader donated 30crore for Parvati mandir: સોમનાથના પાર્વતી મંદિર માટે હીરાના વેપારીએ રૂા. 30 કરોડનું દાન આપ્યું

Diamond trader donated 30crore for Parvati mandir: હીરાના વેપારી ભીખુભાઈ ધામેલીયાના આર્થિક સહયોગથત મંદિરનું અંબાજીના આરસના પત્થરોમાંથી નિર્માણ થશે

વેરાવળ, 21 ઓગષ્ટ: Diamond trader donated 30crore for Parvati mandir: સોમનાથ તિર્થક્ષેત્રમાં આજે વિશાળ સમુદ્રપથ સહિતનાં જુદા જુદા વિકાસલક્ષી પ્રોજેકટનાં લોકાર્પણ સાથે રૂા ૩૦ કરોડનાં ખર્ચે નવનિર્મિત પાર્વતી મંદિરનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. હીરાના વેપારી ભીખુભાઈ ધામેલીયાના આર્થિક સહયોગથત મંદિરનું અંબાજીના આરસના પત્થરોમાંથી નિર્માણ થશે. 

 વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે દિલ્હીથી વર્ચ્યુઅલ ઉદઘાટન સાથે સોમનાથ તિર્થક્ષેત્રમાં રૂા ૮૦ કરોડના વિકાસકામો ખુલ્લા મુકવામાં આવ્યા હતાં તેમજ આ પ્રસંગે પાર્વતી માતાના મંદિરનો શિલાયન્યાસ રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે કરવામાં આવ્યો હતો. તેઓએ પાર્વતી મંદિરના નિર્માણમાં રૂા ૩૦ કરોડનું દાન આપનાર હિરાના વેપારી ભીખુભાઈ ધામેલીયાના પરિવારજનોને આ પ્રકારના પુણ્યકાર્ય બદલ શુભેચ્છા પાઠવી હતી.

આ પણ વાંચોઃ Taliban terrorists entered indian consulates: તાલિબાનના આતંકવાદી કંધાર અને હેરાત પ્રાંતમાં ખાલી કરવામાં આવેલા ઇન્ડીયન કોન્સુલેટ્સમાં ઘૂસ્યા

જે પાર્વતી મંદિરની શિલાન્યાસવિધિ આજે શાસ્ત્રોકત વિધિ વિધાન સાથે સંપન્ન થઈ હતી. તે નવનિર્મિત પાર્વતી મંદિર સ્થાપત્ય કલાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ બની રહેશે. ગરીમાપુર્ણ આ મંદિરમાં ૪૪ કોતરણીયુક્ત સ્તંભનું નિર્માણ થશે. ૭૧ ફુટના શિખરની ઊંચાઈ ધરાવતા આ મંદિરમાં વિશાળ નૃત્ય મંડપ બનાવવામાં આવશે.

આ વિશાળ મંદિર પ્રભાત તિર્થક્ષેત્રનું એક વિશિષ્ટ દર્શનીય તિર્થધામ બની રહેશે. આ પાર્વતી મંદિરના શિલાન્યાસ સમારોહમાં રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સાથે સોમનાથ ટ્રસ્ટના સેક્રેટરી પી.કે. લહેરી સહિતના મહાનુભાવો જોડાયા હતાં.

Whatsapp Join Banner Guj