ekadashi papmocjani

Papmochani Ekadashi 2024: આજે બપોરથી આવતી કાલ સુધી છે પાપમોચની એકાદશીની તિથિ, જાણો તુલસી પૂજનનું શુભ મુહૂર્ત

Papmochani Ekadashi 2024: માન્યતા છે કે ચૈત્ર મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશીને પાપમોચની એકાદશી કહે છે

whatsapp banner

ધર્મ ડેસ્ક, 04 એપ્રિલઃ Papmochani Ekadashi 2024: હિંદુ વર્ષમાં કુલ 24 એકાદશી આવે છે. દર મહિનામાં બે એકાદશી વ્રત રાખવામાં આવે છે. એક કૃષ્ણપક્ષમાં તો બીજુ શુક્લ પક્ષમાં. એકાદશીનો દિવસ ભગવાન વિષ્ણુને સમર્પિત હોય છે. ત્યાં જ માન્યતા છે કે ચૈત્ર મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશીને પાપમોચની એકાદશી કહે છે. આ દિવસે વ્રત કરીને તુલસી પૂજા કરી વિષ્ણુ ભગવાનની આરાધના કરવાથી બધા પ્રકારના પાપ બ્રહ્મ હત્યા, ભોગ-વિલાસ, મદ્યપાન વગેરે નષ્ટ થઈ જાય છે.

આ પણ વાંચો:- Chaitra Navratri 2024: 30 વર્ષ બાદ ચૈત્ર નવરાત્રિ પર સર્જાશે અમૃત સિદ્ધિ યોગ, જાણો ક્યારથી શરુ થાય છે આ નોરતા? – Desh ki Aawaz

નોંધનીય છે કે, 5 એપ્રિલે પાપમોચની એકાદશીનું વ્રત રાખવામાં આવશે. આ દિવસે તુલસી સાથે જોડાયેલા અમુક ઉપાય કરવાથી જીવનભરના પાપ નષ્ટ થઈ જાય છે. મૃત્યુ બાદ સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. પાપમોચની એકાદશી પર તુલસી પૂજનનું પણ ખાસ મહત્વ છે.

ક્યારે છે એકાદશી તિથિ?
ચૈત્ર મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિ 4 એપ્રિલ સાંજે 4.16 વાગ્યાથી શરૂ થઈ રહી છે. આ તિથિનું સમાપન 5 એપ્રિલ બપોર 2.55 મિનિટ પર થશે. ઉદયા તિથિને માનતા પાપમોચની એકાદશીનું વ્રત 5 એપ્રિલે રાખવામાં આવશે આ દિવસે તુલસી પુજાનું ખાસ મહત્વ છે. માટે તુલસી પૂજનનું શુભ મુહૂર્ત 5 એપ્રિલે 11.48થી 12.38 મિનિટ સુધી રહેશે. આ મુહૂર્ત અભિજીત મુહૂર્ત છે.

પાપમાંથી મુક્તિ મેળવવા કરો આ ઉપાય
જો જીવનમાં ભૂલથી તમારાથી કોઈ પાપ થઈ ગયો છે તો પાપમોચની એકાદશીના દિવસે તુલસીની પૂજા કરી સંધ્યાના સમયે ગાયના ઘીનું ચૌમુખી દીવો કરો. સાથે જ વિષ્ણુ ભગવાનને સહસ્ત્રનામનો જાપ કરો. જો એવું કરો છો તો ભગવાન વિષ્ણુની કૃપા તમારા જીવન પર બની રહેશે અને ઘરમાં સુખ-સમૃદ્ધિની વૃદ્ધિ થશે.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો