20 youtube channels banned

Remove YouTube ads: Youtube પર Video જોવાની વચ્ચે આવતી Ads દૂર કરવા માંગો છો? તો અપનાવો આ રીત

Remove YouTube ads: યૂટ્યૂબ પર એડ બ્લોક કરવી બે જ મિનિટનું કામ છે. જેના માટે સરળ સ્ટેપ્સ ફૉલો કરવાના છે. 

ટેક ડેસ્ક, 21 જુલાઇઃRemove YouTube ads: શું તમે પણ યુટ્યૂબમાં વચ્ચે વારંવાર આવતી એડથી પરેશાન છો. તો તમે તેને હટાવી શકો છો.આજે અમે તમને જણાવીશું કે યુટ્યૂબ એડથી તમને કેવી રીતે છૂટકારો મળી શકે છે. સૌથી લોકપ્રિય વીડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ યૂટ્યૂનો રોજે કરોડો લોકો ઉપયોગ કરે છે.

વાનગી બનાવવાની રીતથી માંડીને બાળ ઉછેરની ટિપ્સ યૂટ્યૂબ પર મળી રહે છે. પરંતુ તેની એક જ સમસ્યા છે તેમાં આવતી એડ. જો તમારે એડ ફ્રી યૂટ્યૂબ જોઈએ છે તો તેના પૈસા પણ આપવા પડે છે. પરંતુ આજે અમે તમારા માટે એક એવો રસ્તો લાવ્યા છે જેનાથી તમે યૂટ્યૂબ પર એડ બ્લોક કરી શકો છો.

આ પણ વાંચોઃ Presidential Election Vote Counting 2022: બીજા રાઉન્ડનું પરિણામ જાહેર, દ્રૌપદી મુર્મૂની જીત લગભગ નક્કી-વાંચો વિગત

યૂટ્યૂબ પર એડ બ્લોક કરવી બે જ મિનિટનું કામ છે. જેના માટે તમારે નીચેના સ્ટેપ્સ ફૉલો કરવાના છે. 

  1. જો તમે ડેસ્કટોપ કે લેપટોપ યૂઝર છો તો સૌથી પહેલા ગૂગલ ક્રોમ ખોલી લો. જે બાદ URL બારમાં જઈ adblocker extension chrome ટાઈપ કરી સર્ચ કરો.
  2. આ બાદ નવી વિન્ડો ખુલશે અને તમને AdBlock — best ad blocker – Google Chrome લખેલું નજર આવશે. બસ તમારે તેના પર ક્લિક કરવાનું છે
  3. ક્લિક કરતાની સાથે ફરી એક નવી વિન્ડો ખુલાશે. જેમાં તમારે Add to Chrome લખ્યું છે ત્યાં ક્લિક કરવાનું છે.
  4. આટલું કરશો એટલે તમારી સિસ્ટમમાં એક ફાઈલ ડાઉનલોડ થવા લાગશે અને ઑટોમેટિક ઈન્સ્ટોલ થઈ જશે. તમે તેને ડાઉનલોડ ફોલ્ડરમાં જઈને પણ ઈન્સ્ટોલ કરી શકો છો. 
  5. ઈન્સ્ટોલ થઈ જાય એટલે તમારે ગૂગલ ક્રોમને રીસ્ટાર્ટ કરવું પડશે. જે બાદ તમને એક એક્સટેશન નજર આવવા લાગશે. આટલું થાય એટલે સમજી જવું કે તમારું યૂટ્યૂબ એડ ફ્રી થઈ ગયું છે.

આ પણ વાંચોઃ Kejriwal visit in Surat: દિલ્હીના મુખ્યમંત્રી આજે સુરત પ્રવાસે, કેજરીવાલે ગુજરાતની જનતાને આપ્યા 3 વચનો- વાંચો વિગત

Gujarati banner 01