Stoppage at Lilia Mota station: લીલિયા મોટા સ્ટેશન પર સુરત-મહુવા એક્સપ્રેસને વધારાનું સ્ટોપેજ આપવાનો નિર્ણય લેવાયો

વડોદરા, ૧૨ ઓક્ટોબર: Stoppage at Lilia Mota station: મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવે દ્વારા ૦૯૦૪૯/૦૯૦૫૦ સુરત-મહુવા-સુરત સ્પેશિયલ ટ્રેન ને લીલીયા મોટા સ્ટેશન પર વધારાનું સ્ટોપેજ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 12 ઓક્ટોબર, 2021થી સુરત અને મહુવા બંને સ્ટેશનો પર થી ચાલતી ટ્રેનોમાં છ મહિનાના સમયગાળા માટે પાયલોટ ધોરણે લીલિયા મોટા સ્ટેશન પર સ્ટોપેજ લાગૂ કરવામાં આવી રહ્યા છે.

પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે જારી કરેલી અખબારી યાદી મુજબ

ટ્રેન નંબર 09049 સુરત – મહુવા સ્પેશિયલ 07.14 કલાકે લીલીયા મોટા (Stoppage at Lilia Mota station) પહોંચશે અને 07.15 કલાકે ઉપડશે. એ જ રીતે ટ્રેન નંબર 09050 મહુવા – સુરત સ્પેશિયલ 20.45 કલાકે લીલીયા મોટા પહોંચશે અને 20.46 કલાકે ઉપડશે.

મુસાફરો આ ટ્રેનોના સ્ટોપેજ, ઓપરેટિંગ ટાઇમ, સ્ટ્રક્ચર, ફ્રિક્વન્સી અને ઓપરેશનલ દિવસો સાથે સંબંધિત વિગતવાર માહિતી માટે www.enquiry.indianrail.gov.in મુલાકાત લઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે આ ખાસ ટ્રેનોમાં કન્ફર્મ ટિકિટ ધરાવતા મુસાફરોને જ મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવશે. પશ્ચિમ રેલવેએ મુસાફરોને બોર્ડિંગ, મુસાફરી અને ગંતવ્ય દરમિયાન કોવિડ-19 ને લગતા તમામ ધોરણો અને એસઓપીનું પાલન કરવા.

Whatsapp Join Banner Guj