flight

Filghts ban lifted: કોરોનાના ઘટતા કેસ વચ્ચે વધુ એક મોટો નિર્ણય, 18 ઓક્ટોબરથી ફ્લાઇટ્સ પરથી પણ હટશે પ્રતિબંધ

Filghts ban lifted:કોરોનાના ઓછા કેસ નોંધાતા સરકારે ફ્લાઈટ પર કેપેસિટી કેપ્સ હટાવવાનો નિર્ણય કર્યો..!

નવી દિલ્હી, 12 ઓક્ટોબરઃ Filghts ban lifted: કોરોનાના ઓછા કેસ નોંધાતા સરકારે ફ્લાઈટ પર કેપેસિટી કેપ્સ હટાવવાનો નિર્ણય કર્યો છે. હવે સમગ્ર ક્ષમતાની સાથે વિમાન ઉડશે, જે 18 ઓક્ટોબરે પ્રભાવી થઈ જશે. 

નાગરિક વિમાનન મંત્રાલય અનુસાર 18 ઓક્ટોબરથી સ્થાનિક વ્યાપારી ફ્લાઇટ્સમાં મુસાફરની ક્ષમતાને લઈને લાગુ પ્રતિબંધને હટાવી દેવાશે. આને ફ્લાઈટનુ સંચાલન સમગ્ર ક્ષમતાથી કરવામાં આવશે. આ સાથે સરકારે મુસાફરને કોરોના નિયમનુ પાલન કરવા માટે કહ્યુ છે. 

આ પણ વાંચોઃ Rakul preet singh: રકુલ પ્રીત સિંહે બર્થ ડેના દિવસે આ અભિનેતા સાથે પોતાના સંબંધની કરી સત્તાવાર જાહેરાત

સપ્ટેમ્બરમાં સરકારે સ્થાનિક ફ્લાઇટ્સની મુસાફરની ક્ષમતા 72.5 ટકાથી વધારીને 85 ટકા કરી દીધી હતી. અગાઉ મિનિસ્ટ્રી ઑફ સિવિલ એવિએશને જુલાઈમાં ડોમેસ્ટિક ફ્લાઈટ્સની કેપેસિટીને 50 ટકાથી વધારીને 65 ટકા કર્યા હતા. 

કોરોનાના કારણે 23 માર્ચ 2020થી શેડયુલ્ડ ફ્લાઈટ પર રોક લગાવી હતી પરંતુ મે 2020થી વંદે ભારત મિશન હેઠળ વિશેષ ઈન્ટરનેશનલ ફ્લાઈટનુ કાર્યરત થઈ રહ્યુ છે. આ સિવાય પસંદ કરેલા દેશોની સાથે દ્વિપક્ષીય એર બબલ વ્યવસ્થા હેઠળ જુલાઈ 2020થી ફ્લાઈટ કાર્યરત થઈ રહી છે. જોકે 18 ઓક્ટોબરથી 100 ટકા ક્ષમતા સાથે ફ્લાઈટનુ સંચાલનની પરવાનગી આપી દેવાઈ છે.

Whatsapp Join Banner Guj