Instagram WhatsApp and Facebook back up after global outage

Whatsapp tips: તમારો પાર્ટનર વોટ્સઅપ માં સૌથી વધારે કોની સાથે વાત કરે છે? આ રીતે જાણો

Whatsapp tips: ભારતમાં ઘણા લોકો સોશ્યલ મેસેજિંગ એપ વોટ્સઅપનો ઉપયોગ કરે છે

કામની વાત, 19 ઓગષ્ટઃ Whatsapp tips: ભારતમાં ઘણા લોકો સોશ્યલ મેસેજિંગ એપ વોટ્સઅપનો ઉપયોગ કરે છે. દુનિયાભરમાં ફેલાયેલા વોટ્સઅપ પોતાના યુઝર્સને ઓડિયો અને વિડીયો મેસેજ તથા વીડિયો કોલની સુવિધા પણ આપે છે. તમે પણ તે જાણવા માંગો છો કે તમારો પાર્ટનર વોટ્સઅપ પર સૌથી વધારે કોની સાથે વાત કરે છે, તો તેના માટે આજે અમે તમને વોટ્સઅપ ને એક સરળ ટ્રીક બતાવવા જઈ રહ્યા છીએ, જેની મદદથી તમે સરળતાથી જાણી શકશો કે તમારો પાર્ટનર કોની સાથે વધુ વાત કરે છે. જોકે તેના માટે તમારે પોતાના પાર્ટનરના ફોન નો પાસવર્ડ હોવો જરૂરી છે.

તો આવો જણાવીએ કે કઈ રીતે તમે પોતાના પાર્ટનરને સાથે કોણ સૌથી વધારે વાત કરે છે તેની જાણકારી મેળવી શકો છો.

આ પણ વાંચો: World Photography Day: જામનગરમાં વર્લ્ડ ફોટોગ્રાફી ડે ની ઉજવણી કરાય

  • સૌથી પહેલા તમારે વોટ્સઅપ ખોલવાનું રહેશે. ત્યારબાદ એકદમ જમણી તરફ ખુણામાં જોવા મળતા ત્રણ ડોટ પર ક્લિક કરવાનું રહેશે.
  • અહીંયા પર ક્લિક કર્યા બાદ તમને સેટિંગનો ઓપ્શન જોવા મળશે. જેમાં તમને ઘણા બધા વિકલ્પ જોવા મળશે.
  • આ બધા વિકલ્પોમાંથી તમારે સ્ટોરેજ એન્ડ ડેટા નામના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તમને ફરીથી ઘણા બધા વિકલ્પો જોવા મળશે.
  • આ બધામાંથી તમારે મેનેજ સ્ટોરેજ પર ક્લિક કરવાનું રહેશે. જેમાં તમે આખું લીસ્ટ જોઈ શકશો કે જેની સાથે તે એકાઉન્ટમાંથી ચેટ થયેલી હશે.
  • આ લિસ્ટમાં જેનું નામ સૌથી ઉપર જોવા મળશે, તેની સાથે તમારો પાર્ટનર સૌથી વધારે વાત કરતો હશે.

દેશ-દુનિયા ની ખબરો પોતાના મોબાઇલ માં વાંચવા માટે અહીં ક્લિક કરો