woman beauty parlour stroke

Beauty parlor stroke: સલૂનમાં હેર વોશ કરાવતી મહિલા બ્યુટી પાર્લર સ્ટ્રોકનો બની શિકાર- જાણો તેના લક્ષણો

Beauty parlor stroke: સલૂનમાં હેર વોશ કરાવવા મહિલાને પડ્યાં ભારે, બ્યુટી પાર્લર સ્ટ્રોકનો બની શિકાર, જાણો તેના લક્ષણો….


લાઇફ સ્ટાઇલ ડેસ્ક, 10 નવેમ્બર: Beauty parlor stroke: હૈદરાબાદની 50 વર્ષની મહિલા માટે સલૂનમાં જવું મોંઘુ સાબિત થયું છે. વાળ કપાવતા પહેલા વાળ ધોતી વખતે મહિલાને સ્ટ્રોક આવ્યો હતો. મહિલાના ડોક્ટરના જણાવ્યા અનુસાર, વાળ ધોતી વખતે તેણીએ ગરદન પાછી વાળી ત્યારે તેને સ્ટ્રોક આવ્યો હતો. ગરદન વાળવાના કારણે મગજને લોહીનો સપ્લાય કરતી મહત્વની રક્તવાહિની પર દબાણ આવ્યું.

ટ્વિટર પર આ માહિતી શેર કરતા હૈદરાબાદ સ્થિત ન્યુરોલોજિસ્ટ ડૉ. સુધીર કુમારે લખ્યું, “બ્યુટી પાર્લરમાં શેમ્પૂથી વાળ ધોતી વખતે, મહિલાને શરૂઆતમાં ચક્કર, ઉબકા અને ઉલ્ટીનો અનુભવ થયો

આ પણ વાંચોBeauty tips: મેકઅપ કર્યાના કલાકો પછી પણ ચહેરો ફ્રેશ દેખાશે- બસ અનુસરો આ ટિપ્સ

ડૉક્ટરે આગળ લખ્યું, “શરૂઆતમાં તેને ગેસ્ટ્રોએન્ટેરોલોજિસ્ટ પાસે લઈ જવામાં આવી, જેમણે તેની સારવાર કરી. લક્ષણોમાં કોઈ સુધારો થયો ન હતો. બીજા દિવસે તેને ચાલતી વખતે ચક્કર આવવા લાગ્યા ત્યારે ખબર પડી.”

વાળ ધોતી વખતે બની હતી ઘટના

તેણે કહ્યું, “બ્યુટી પાર્લર સ્ટ્રોક સિન્ડ્રોમની સારવાર કરવામાં આવી હતી. શેમ્પૂથી વાળ ધોતી વખતે વૉશ-બેઝિન તરફ ગરદન ફેરવવાનું કારણ એસ થયું હતું. તેના કારણે બીપી હાઈ થઈ ગયું હતું.”

હેર વોશ દરમિયાન બની શકે છે આ ઘટના

“વર્ટેબ્રલ-બેસિલર ધમની વિસ્તારને અસર કરતો સ્ટ્રોક બ્યુટી પાર્લરમાં શેમ્પૂ હેર-વૉશ દરમિયાન થઈ શકે છે. વર્ટેબ્રલ હાયપોપ્લાસિયા ધરાવતી સ્ત્રીઓમાં આની શક્યતા વધુ છે. વહેલી તપાસ અને સારવાર અપંગતાને અટકાવી શકે છે,” 

બ્યુટી પાર્લર સિન્ડ્રોમની શોધ 1993માં ડૉ. માઇકલ વેઇનટ્રાબ દ્વારા અમેરિકન મેડિકલ એસોસિએશનના જર્નલમાં કરવામાં આવી હતી. તેણે પાંચ મહિલાઓમાં તેની ઓળખ કરી હતી. હેર સલૂનમાં શેમ્પૂ કર્યા પછી આ મહિલાઓમાં ગંભીર ન્યુરોલોજીકલ લક્ષણો જોવા મળ્યા હતા. ફરિયાદોમાં ગંભીર ચક્કર, સંતુલન ગુમાવવું અને ચહેરો સુન્ન થઈ જવાનો સમાવેશ થાય છે. પાંચમાંથી ચારને સ્ટ્રોક આવ્યો હતો.

Gujarati banner 01

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *