Vijay rupani and nitin patel

Gujarat bjp leader: ગુજરાત ભાજપના આ દિગ્ગજ નેતાઓએ ચૂંટણી લડવાનો ઈન્કાર કર્યો…

Gujarat bjp leader: પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ધારાસભ્ય ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને પ્રદીપસિંહ જાડેજા ચૂંટણી નહીં લડે

ગાંધીનગર, ૦૯ નવેમ્બર: Gujarat bjp leader: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ વિવિધ રાજકીય પક્ષોમાં હલચલ મચી ગઈ છે. જ્યાં ભાજપ અને કોંગ્રેસે ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે. આ દરમિયાન ભાજપના ઘણા દિગ્ગજ નેતાઓએ વિધાનસભા ચૂંટણી લડવાનો ઈન્કાર કરી દીધો છે. જેમાં એક નામ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ છે.

તેમણે કહ્યું કે મેં તમામના સહયોગથી પાંચ વર્ષ મુખ્યમંત્રી તરીકે કામ કર્યું. આ ચૂંટણીઓમાં નવા કાર્યકરોને જવાબદારી સોંપવી જોઈએ. હું ચૂંટણી નહીં લડું. મેં વરિષ્ઠોને પત્ર મોકલીને દિલ્હીને જાણ કરી છે. અમે પસંદ કરેલા ઉમેદવારને જીતાડવા માટે કામ કરીશું. રૂપાણીની સાથે પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલે પણ ચૂંટણી લડવાની ના પાડી દીધી છે.

વિજય રૂપાણી અને નીતિન પટેલ ઉપરાંત ભાજપના વરિષ્ઠ ધારાસભ્ય ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પણ ચૂંટણી લડવાનો ઈન્કાર કરી દીધો છે. ચુડાસમાએ કહ્યું કે, હું વિધાનસભાની ચૂંટણી લડીશ નહીં અને આ અંગે પાર્ટીના વરિષ્ઠ નેતાઓને જાણ કરી દીધી છે. મેં નક્કી કર્યું છે કે અન્ય કાર્યકરોને તક મળવી જોઈએ. મેં અત્યાર સુધી 9 વખત ચૂંટણી લડી છે. હું પાર્ટીનો આભાર માનું છું.

પ્રદીપસિંહ જાડેજા ચૂંટણી પણ નહીં લડે

આ ઉપરાંત ધારાસભ્ય પ્રદીપસિંહ જાડેજા પણ ચૂંટણી લડશે નહીં. તેમણે કહ્યું કે હું વટવા વિધાનસભા બેઠકનો ધારાસભ્ય છું. મને પાર્ટી દ્વારા ચાર વખત ધારાસભ્ય અને રાજ્ય કેબિનેટમાં મંત્રી તરીકે સેવા આપવાની મોટી તક આપવામાં આવી છે. હું 2022માં આગામી વિધાનસભાની ચૂંટણી સ્વેચ્છાએ લડવા માંગતો નથી.

આ પણ વાંચો: Gandhidham-nagarcoil express: આ બે એક્સપ્રેસ ટ્રેનો હવે નોન મોન્સુન ટાઇમ ટેબલથી ચાલશે, જાણો વિસ્તારે…

Gujarati banner 01