Retro scooter

Retro scooter: પ્રસ્તુત છે ભારતનું સૌથી મોંઘું ‘રેટ્રો સ્કૂટર’ , મારુતિ અલ્ટો કરતાં પણ મોંઘું છે આ સ્કૂટર, શું છે તેમાં ખાસ ફિચર્સ કરીએ એક નજર

Retro scooter: પ્રીમિયમ લુક માટે ઘણી બધી ક્રોમ હાઈલાઈટ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે

નવી દિલ્હી, 03 જૂનઃ Retro scooter: આ સ્કૂટરની કિંમત રૂ. 2.99 લાખ એક્સ-શોરૂમ છે. પ્રાઈઝ પ્રમાણે તેની સીધી સ્પર્ધા હાલના માર્કેટમાં ક્યાય દેખાતી નથી.. ડિઝાઇનની દ્રષ્ટિએ સૌથી નજીક હાલ જો કોઈ સ્કૂટર હોય તે Vespa SXL 150 દેખાઈ રહ્યું છે, જો કે તે સેગમેન્ટ પ્રમાણે અલગ પડે છે.. 

Keeway Sixties 300iની ડિઝાઇનની જો વાત કરવામાં આવે છે એલએમએલ વાસ્પા જેવો સ્કૂટરને વળાંક આપેલો છે.. પરંપરાગત રીતે LED હેડલેમ્પ સાથે ખૂબ જ રેટ્રો લાગે છે. તો સીટની ડિઝાઇન જૂના સ્કૂટર્સ જેવી જ લાગે છે. પ્રીમિયમ લુક માટે ઘણી બધી ક્રોમ હાઈલાઈટ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

તેમાં અન્ડર-સીટ સ્ટોરેજ પણ સારા પ્રમાણમાં આપવામાં આવ્યું છે.. ઓઇલ ટેન્કની ક્ષમતા 10 લિટર છે. અર્ધ-ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર છે અને મોબાઇલ ડિવાઇઝને ચાર્જ કરવા માટે એપ્રોનમાં યુએસબી પોર્ટ આપવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ 141 The amount of water in the demo decreased: સૌરાષ્ટ્રના 141 ડેમોની અંદર પાણીની કિલ્લત ડેમોમાં પાણીનો જથ્થો ઘટ્યો

બ્રેકિંગ ડ્યુટી આગળ અને પાછળના ભાગમાં ડિસ્ક બ્રેક દ્વારા કરવામાં આવે છે. ઓફર પર ડ્યુઅલ-ચેનલ એન્ટિ-લોક બ્રેકિંગ સિસ્ટમ છે. વ્હીલની સાઇઝ 12-ઇંચ છે અને ટાયરની સાઇઝ 120/70 R12 છે. સસ્પેન્શન ડ્યુટી આગળના ભાગમાં ટેલિસ્કોપિક ફોર્ક અને પાછળના ભાગમાં ડ્યુઅલ શોક શોષક દ્વારા કંટ્રોલ કરાય છે.

સ્કૂટરની લેન્થ 1,985 mm, વાઇડ 720 mm અને હાઇટ 1,170 mm છે. 790 મીમીની સીટની ઊંચાઈ સાથે, મોટાભાગના રાઈડર્સને પગ નીચે રાખવામાં કોઈ સમસ્યા ન નહીં થાય.. સ્કૂટરનું ગ્રાઉન્ડ ક્લિયરન્સ 140 mm અને વ્હીલબેઝ 1,390 mm છે. 146 કિગ્રા કર્બ વેઇટ પર, સ્કૂટર વધુ ભારે નથી.(સોર્સઃ ન્યુઝ રીચ)

આ પણ વાંચોઃ High Protein Dosa: ઘરે જ બનાવો હાઈ પ્રોટીન ઢોસા, આ રહી રેસીપી

Gujarati banner 01