world cycle day

world cycle day: આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે સાબરમતી રિવરફ્રંટ પર વહેલી સવારે સાયક્લીંગ કરીને લોકોને સ્વસ્થ રહેવાનો સંદેશો આપ્યો

  • મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી અને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે અમદાવાદ ખાતેની સાયક્લોથોન(world cycle day)નો લીલી ઝંડી આપીને પ્રારંભ કરાવ્યો
  • અંગદાન એ જ મહાદાનના સંકલ્પને વેગવંતુ બનાવીને જન જન માં જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશયથી મંતવ્યન્યુઝ દ્વારા સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું

અમદાવાદ, 03 જૂન: world cycle day: વિશ્વ સાયકલ દિવસે મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી અને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે અંગદાન એ જ મહાદાનના સંકલ્પને વેગવંતુ બનાવવા જનજાગૃતિ ફેલાવવાના ઉદ્દેશયથી મંતવ્ય ન્યુઝ દ્વારા આયોજીત સાયક્લોથોનનું અમદાવાદના વલ્લભ સદન ખાતેથી પ્રારંભ કરાવ્યો હતો.


બંને વરિષ્ઠ મંત્રીઓ દ્વારા લીલીઝંડી આપ્યા બાદ ખૂદ પોતે પણ સાયકલ ચલાવીને અંગદાનના સંદેશાને જનવ્યાપી બનાવવા માટેના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃ Retro scooter: પ્રસ્તુત છે ભારતનું સૌથી મોંઘું ‘રેટ્રો સ્કૂટર’ , મારુતિ અલ્ટો કરતાં પણ મોંઘું છે આ સ્કૂટર, શું છે તેમાં ખાસ ફિચર્સ કરીએ એક નજર


આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે સાયક્લીંગ કરીને લોકોને આરોગ્યપ્રદ રહેવા માટે સાયક્લીંગ અતિમહ્તવનું હોવાનો સંદેશો પણ આપ્યો હતો.
અંગદાન એ જ મહાદાનની જનજાગૃતિ માટેની સાયક્લોથોનમાં અમદાવાદ શહેરના મેયર કિરિટભાઇ પરમાર, અમદાવાદ સિવિલ મેડીસીટીની વિવિધ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ડટ, ડાયરેક્ટર, ડીનઓ, અંગદાન જનજાગૃતિની પ્રવૃતિ માટે ના સમાજસેવક દિલીપભાઇ દેશમુખ સહિત અમદાવાદ શહેરના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચોઃ 141 The amount of water in the demo decreased: સૌરાષ્ટ્રના 141 ડેમોની અંદર પાણીની કિલ્લત ડેમોમાં પાણીનો જથ્થો ઘટ્યો

Gujarati banner 01