civil vaccine satff

Achievement of Civil Hospital in Corona Vaccination: કોરોના રસીકરણમાં સિવિલ હોસ્પિટલની રસપ્રદ સિધ્ધી….

Achievement of Civil Hospital in Corona Vaccination: વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ આરંભેલા કોરોના રસીકરણ મહાઅભિયાનના ૩૬૩ દિવસમાં ૫૦ હજાર ડોઝથી કોરોના રસીકરણ

અહેવાલ: અમિતસિંહ ચૌહાણ
અમદાવાદ, ૧૩ જાન્યુઆરીઃ
Achievement of Civil Hospital in Corona Vaccination: અમદાવાદ સિવિલ હોસ્પિટલની કોરોના રસીકરણ ટીમે રસીકરણ ક્ષેત્રે અદ્વિતીય – રસપ્રદ સિધ્ધી હાંસલ કરી છે. ૧૬મી જાન્યુઆરી ૨૦૨૧થી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા શરૂ કરવામાં આવેલા કોરોના રસીકરણ મહાઅભિયાનને વેગવંતુ બનાવીને સિવિલ હોસ્પિટલની રસીકરણ ટીમ દ્વારા ૩૬૩ દિવસમાં એક જ સેન્ટર પરથી ૫૦હજાર કોરોનાની રસીના ડોઝ આપ્યા છે.

કોવિડ મહામારી વચ્ચે જનહિતાર્થે આરંભાયેલા કોરોના રસીકરણમાં કોરોનાની બીજી અને ત્રીજી લહેર વચ્ચે પણ સિવિલ હોસ્પિટલ કોરોના રસીકરણ કેન્દ્રએ રસીકરણની ગતિને થંભવા દીધી નથી. તાજેતરમાં જ ૧૫ થી ૧૮ ના કિશોરોને કોરોનાની રસીનો લાભ આપવા માટે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલની પ્રેરક ઉપસ્થિતીમાં રસીકરણનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

આ રસીકરણની વિગત જોઇએ તો, કુલ 16,131 હેલ્થકેર વર્કસ, 6740 ફ્રંટલાઇન વર્કસ, 15 થી 18 ના 170 તરૂણો, 18 થી 44ની વયજૂથના 14,231 લાભાર્થીઓ, 45 થી 60ની વયના 8412 અને 60 થી વધુ વયના 4418 વયસ્કોએ સિવિલ હોસ્પિટલના કોરોના રસીકરણ કેન્દ્ર પર આવીને કોરોનાની કોવિશિલ્ડ અને કોવેક્સિનની રસીનના ડોઝ લીધા છે.

આ પણ વાંચોStartup Ecosystem Seminar: સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ એ સર્જનાત્મકતા અને સ્વરોજગાર માટેનું મહત્વનું પગથિયું

Whatsapp Join Banner Guj