injured bird treatment

Treatment of injured birds in Jamnagar city: જામનગરમાં વન વિભાગ અને જીવદયા પ્રેમી સંસ્થાઓ દ્વારા 60 પક્ષીઓ જીવનદાન

Treatment of injured birds in Jamnagar city: જામનગરમાં મકરસંક્રાંતિનું પર્વ અને પતંગ ઉડાડવાની મજામાં ૬૫ પક્ષીઓ માટે થયા ઘાયલ,લાખોટા નેચર કલબ સહિતની સંસ્થાઓ ની સુંદર કામગીરી

  • જુદી-જુદી પ્રજાતિના કુંજ,સિગલ, કબૂતર અને પોપટ સહિત ૬૦ જેટલા પક્ષીઓ પતંગની દોરીથી ઘાયલ થયા: જ્યારે ૫ કબુતર મૃત્યુને ભેટ્યા

અહેવાલ: જગત રાવલ
જામનગર, ૧૫ જાન્યુઆરીઃ
Treatment of injured birds in Jamnagar city: જામનગર શહેરમાં મકરસંક્રાંતિના પર્વના દિવસે ઉત્સવપ્રેમી જનતાએ પતંગ ઉડાવીને મકરસંક્રાંતિનું પર્વ ઉજવ્યું હતું, પણ અબોલ પક્ષીઓ માટે મકરસંક્રાંતિ નો દિવસ કષ્ટદાયક નિવડયો હતો. જેમાં જુદી-જુદી પ્રજાતિના ૬૦ થી વધુ પક્ષીઓ ઘાયલ થયા છે, જ્યારે પાંચ કબુતર મોતને શરણે પહોંચ્યા છે.

જામનગર શહેરમાં મકરસંક્રાંતિ ને લઈને તેમ જ ઘાયલ પક્ષીઓની સારવાર માટે ફોરેસ્ટ વિભાગ, ઉપરાંત જામનગરની એનજીઓ સંસ્થા લાખોટા નેચર ક્લબ, એનીમલ હેલ્પલાઇન, જીવ સેવા ફાઉન્ડેશન, તેમજ ખીજડીયા મરીન ફોરેસ્ટ વગેરે દ્વારા પક્ષીઓને બચાવવા માટેનું કરુણા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, અને શહેરના જુદા જુદા સ્થળો પર પક્ષીઓની સારવાર માટેના હંગામી ટેન્ટ ઉભા કરી દેવાયા હતા. જેના અનુસંધાને સમગ્ર દિવસ દરમિયાન કુલ ૬૦ જેટલા ઘાયલ પક્ષીઓ સારવાર કરાવવા માટે આવ્યા હતા. જેમાં ૫૫ કબુતર, બે કુંજ (કોમન ક્રેન), ૨ સિગલ, અને ૧ પોપટ નો સમાવેશ થાય છે.

Treatment of injured birds in Jamnagar city

જુદા જુદા સ્થળ પર હાજર રહેલી ટીમ દ્વારા તમામ પક્ષીઓને જરૂરી સારવાર આપી દેવામાં આવી છે, અને તેઓને બચાવી લેવામાં આવ્યા છે. ઉપરાંત પતંગની દોર ના કારણે પાંચ કબૂતરો કે જેઓને બચાવી શકાયા નથી, અને તેઓ મોતની શરણ માં પહોંચી ગયા છે. શહેરની એનજીઓ સંસ્થા ફોરેસ્ટ વિભાગની ટીમ વગેરેએ સવારે ૮ વાગ્યા થી મોડી સાંજ સુધી કરુણા અભિયાન હાથ ધર્યુ હતું, અને ઘાયલ પક્ષીઓ ની સારવાર કરીને જીવ દયા નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

જામનગર માં ઉત્તરાયણ ની ઉજવણી થઈ હતી, ત્યારે પતંગ ની મજા નિર્દોષ પક્ષીઓને ઇજા પોહચાડે તો તેને તાત્કાલિક સારવાર આપી જીવ બચાવી શકાય તેવા શુભહેતું સર લાખોટા નેચર કલબ દ્વારા જીવદયાનું કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું… લાખોટા નેચર કલબ દ્વારા શહેર ના ડી.કે.વી. સર્કલ , સાધના કોલોની સહિત અનેક સ્થળોએ સ્ટોલ નાખી જે જગ્યા એ પક્ષી ઇજા પામે તેને યુદ્ધના ધોરણે સારવાર પુરી પાડવામાં આવી હતી,

Lakhota nature club, Treatment of injured birds in Jamnagar city

સંસ્થાના આ કાર્યમાં પ્રમુખ જગત રાવલ, ઉપપ્રમુખ કમલેશ રાવત, મંત્રી ભાવિક પારેખ, શબીર વીજળીવાલા,જય ભાયાણી, મયુર નાખવા, મંયક સોની અને વૈભવ ચુડાસમા, ભૌતિક સાંગણી વિગેરે હાજર રહ્યા હતા.

આ પણ વાંચો…People injured by rope in Uttarayan: પતંગની દોરીથી ગુજરાતમાં એક જ દિવસમાં 248થી વધુ લોકો થયા ઘાયલ- વાંચો વિગત

Whatsapp Join Banner Guj