Ambaji Temple Darshan

Ambaji Temple Darshan: એક જ સ્થળેથી અંબાજી મંદિર, ગબ્બર, 51 શક્તિપીઠ સહિતના સ્થળોના દર્શનની અનુભૂતિ મેળવી શકાશે

Ambaji Temple Darshan: અંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળામાં જિલ્લા કલેકટર વરુણ કુમાર બરનવાલના હસ્તે વર્ચ્યુઅલ રિયાલિટી કેન્દ્ર ઉદ્ઘાટન કરાયું
માઇભક્તો અને યાત્રિકોને આ નવીન સુવિધાનો લાભ લેવા અપીલ કરતા જિલ્લા કલેકટર વરુણ કુમાર બરનવાલ

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, 23 સપ્ટેમ્બર
: Ambaji Temple Darshan: ગુજરાતના સૌથી મોટા મેળાઓ પૈકીના એક એવા આદ્યશક્તિ મા અંબાના ધામ અંબાજી ખાતેના ભાદરવી પૂનમના મેળા નો આજથી વિધિવત પ્રારંભ થયો છે ત્યારે મેળામાં આ વખતે ઘણી નવી પહેલ કરવામાં આવી છે. આસ્થા સાથે મેળાનું આકર્ષણ જળવાઈ રહે એવા નવીન અભિગમને ધ્યાનમાં રાખી યાત્રિકો અને માઇભક્તો મેળામાં એક સ્થળેથી અંબાજી મંદિર, ગબ્બર, 51 શક્તિપીઠ સહિતના મંદિરોના દર્શન કરી શકે એ માટે વર્ચ્યુઅલ રિયાલિટી કેન્દ્રની સુવિધા ઉભી કરવામાં આવી છે.

જેનું આજે મેળાના પ્રારંભે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને જિલ્લા કલેકટર વરુણકુમાર બરનવાલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. કલેકટરએ પોતે આ ટેકનોલોજીનો અનુભવ માણી અંબાજી આવતા માઇભક્તોની આ સુવિધાનો લાભ લેવા અપીલ કરી હતી.

Narmada River Bridge: નર્મદા નદી ઉપર માલસર પાસે બનેલા રૂ. 225 કરોડના બ્રિજનું વડાપ્રધાનના હસ્તે થશે લોકાર્પણ

અંબાજીના ભાદરવી પૂનમના મેળાની આગવી ઓળખ પગપાળા સંઘ છે. મેળામાં પકૃતિ અને સંસ્કૃતિનો સમન્વય જોવા મળે છે. લોકોની રહેવા, જમવાની અને વિશ્રામ એમ તમામ પ્રકારની સવલતો સચવાય એ પ્રકારે આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ભાતીગળ મેળામાં આધુનિક ટેકનોલોજીના માધ્યમથી લોકોને તમામ સુવિધાઓ સાથે મનોરંજન અને આકર્ષણ આપવા વોટ્સએપ ચેટ બોટ, કયું આર કોડ, ગુગલ મેપ્સ જેવી આજના યુગની અનિવાર્ય ટેકનોલોજીની સાથે વર્ચુઅલ રિયાલિટીનો અદભુત અનુભવ મળે એવો નવતર પ્રયાસ કરવામાં આવ્યો છે.

જેના થકી યાત્રિકો સમગ્ર મેળા ના મહોલનો વર્ચ્યુઅલ અનુભવ એક જ સ્થળે બેસીને માણી શકે છે. વાસ્તવિક મેળો અને તેની વર્ચ્યુઅલ અનુભૂતિના અદભુત સમન્વયથી અંબાજી મેળાનું આકર્ષણ વધશે અને મેળાની લોકપ્રિયતાને નવી ઊંચાઈ મળશે એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી.

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે, ઇ. ચા. પોલીસ અધિક્ષક તેજસ પટેલ, મદદનીશ કલેકટર સ્વપ્નિલ સિસલે, અંબાજી મંદિર ટ્રસ્ટના વહીવટદાર સિદ્ધિ વર્મા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો