Crackers patakha diwali

Appeal of Banaskantha District Administration: દિવાળી પ્રકાશના પર્વને સુરક્ષા અને સલામતી સાથે ઉજવવા બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્રની અપીલ

Appeal of Banaskantha District Administration: બનાસકાંઠા જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર ફોન નંબર ૦૨૭૪૨-૨૫૦૬૨૭/ ૨૫૧૬૨૭ ટોલ ફ્રી નં.૧૦૭૭ ઉપર તાત્કાલિક સંપર્ક કરવા જણાવ્યું છે.

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, ૨૫ ઓક્ટોબર:
Appeal of Banaskantha District Administration: હર્ષ અને ઉલ્લાસના દિવાળી પ્રકાશના પર્વને સુરક્ષા અને સલામતીની સાથે ઉજવવા બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. પોતાની જાત અને પરિવારને આ તહેવારોમાં સુરક્ષા પ્રદાન કરવા નિવાસી અધિક કલેકટર એ. ટી. પટેલે નીચે જણાવેલ સુચનાઓ ધ્યાને લેવા જણાવ્યું છે. બનાસકાંઠા જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર (ડીઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ) દ્વારા આ દિવાળી તહેવારને અનુલક્ષી જિલ્લાવાસીઓની સુરક્ષાને ધ્યાને લઈ દિવાળી દમ્યાન ફડાકડા ફોડતી વખતે શું કરશો અને શું ના કરશો તેના તકેદારીની માર્ગદર્શિકા બહાર પાડી છે.

ફટાકડા ફોડતી વખતે શું કરશો. વડીલોની હાજરીમાં જ ફટાકડા ફોડવા, સૂકી રેતી અથવા પાણી ભરેલી બે થી ત્રણ ડોલ ફટાકડા સળગાવવાના સ્થળની નજીક રાખવી, ફટાકડા ફોડતી વખતે સુતરાઉ કાપડના વસ્ત્રો પહેરવા, ફટાકડા ખુલ્લી જગ્યામાં જ ફોડવા, ફટાકડાને અગરબત્તીથી તારામંડળથી યોગ્ય અંતર રાખીને સળગાવવા, ફટાકડાને જમીન ઉપર રાખીને સળગાવવા અને તરત જ દૂર જતું રહેવું, જો ફટાકડા ના સળગે તો તેની નજીક જઈ કેમ નથી સળગ્યો તેની તપાસ કરવાને બદલે તેની ઉપર પાણી રેડવું, ફટાકડાના બોક્સ કે જથ્થાને ફટાકડા સળગાવવાની જગ્યાથી દૂર રાખવું,

આ પણ વાંચો…67th national film award: કંગનાને બેસ્ટ એક્ટ્રેસ, મનોજ બાજપેયી બેસ્ટ એક્ટર, અને છિછોરે ફિલ્મ એવોર્ડથી સન્માનિત- વાંચો વિગત

જ્યારે પહેરેલાં કપડાં આગમાં લપેટાય, ત્યારે થોભો, ફટાકડાને દૂર કરો અને જમીન પર આળોટો જો આગ ઓલવી શકાય તેમ ન હોય તો અસરકર્તાને બ્લેન્કેટમાં વીટાળો, દાઝેલી જગ્યા ઉપર ઠંડુ પાણી નાખો જ્યાં સુધી બળતરા થાય ત્યાં સુધી યોગ્ય સારવાર માટે વહેલી તકે ડોક્ટરનો સંપર્ક કરવો.

Appeal of Banaskantha District Administrationફટાકડા ફોડતી વખતે શું ના કરશો. નાના બાળકોને ફટાકડા સળગાવવા આપવા નહિ પરંતુ તેમની સાથે વડીલોએ અવશ્ય હાજર રહેવું, ગીચતાવાળી જગ્યા, સાંકડી જગ્યા કે ઘરમાં ફટાકડા ના ફોડવા, પાર્કિંગ સ્થળ કે વાહનો નજીક ફટાકડા ના ફોડવા, રસ્તા ઉપર કે અન્ય કોઈ જાહેર સ્થળ ઉપર ફટાકડા ફોડવા નહિ, ફટાકડાને ક્યારેય હાથમાં પકડીને ફોડવા નહિ, ફટાકડાને કોઈ પણ સમયે ખિસ્સામાં રાખવા નહિ, કોઠીને હાથમાં પકડીને સળગાવવો નહિ, ફટાકડા ફોડતી વખતે ઢીલા કે ખુલ્લા/લાંબા વસ્ત્રો પહેરવા નહિ, સળગતા ફટાકડા ફોઈની ઉપર ફેંકવા નહિ, રોકેટને ઝાડ નીચે કે કોઈ અવરોધ પાસે ન સળગાવતા ખુલ્લી જગ્યામાં જ સળગાવવું, ફટાકડાને કારણે આંખમાં ઈજા થઈ હોય તો આંખો મશળવી નહિ તાત્કાલિક આંખોના નિષ્ણાંતનો સંપર્ક કરવો.

Whatsapp Join Banner Guj

“દીપાવલી પ્રકાશનો પર્વ છે જેથી ધુમાડા કે અવાજથી તેને દૂષિત ન કરીએ.” તેમજ આપાતકાલીન પરિસ્થિતિમાં બનાસકાંઠા જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર ફોન નંબર ૦૨૭૪૨-૨૫૦૬૨૭/ ૨૫૧૬૨૭ ટોલ ફ્રી નં.૧૦૭૭ ઉપર તાત્કાલિક સંપર્ક કરવા જણાવ્યું છે.