Bio Medical

દર્દીઓની સારવારમાં વિક્ષેપ ઉભો ન થાય માટે બાયોમેડીકલ ઈજનેરો અહર્નિશ સેવારત

Bio Medical 2

તબીબી ક્ષેત્રના યંત્રોની સર્વિસરીપેરીંગ કાર્ય કરી માનવ જીવ બચાવવાના યજ્ઞમાં આહુતિ આપતા બાયોમેડીકલ ઈજનેર

સંકલન: રોહિત ઉસદળ, રાજકોટ

રાજકોટ,૨૫ સપ્ટેમ્બર: દર્દીઓની ઉત્તમ સારવાર માટે નિષ્ણાત-નિપુણ તબીબો ઉપરાંત મેડીકલ ક્ષેત્રના સાધનયંત્રો એટલા જ અનિવાર્ય છે. દર્દીઓને સારવાર આપવામાં અનેક આધુનિક મશીનો ઉપયોગમાં લેવામાં આવતા હોય છે. ત્યારે કોરોના મહામારીમા ઘણાં દર્દીઓ હ્રદયરોગ, ડાયાબીટીસ વગેરે ગંભીર બીમારીથી પીડાતા હોય છે. ત્યારે તેમની સારવાર માટે ઉપયોગમાં લેવામાં આવતા યંત્રોસાધનોની સમયાંતરે સર્વિસ અને મરામત કરવી ખૂબ જ જરૂરી હોય છે. આ કોરોના મહામારીમાં આધુનિક મેડિકલ સાધનો-યંત્રોનું ૮ જેટલા બાયોમેડીકલ ઈજનેરો દિવસ-રાત ખડેપગે સર્વિસ અને મરામતનું કાર્ય કરી રહ્યા છે અને આ સંકટના સમયમાં માનવજીવન બચાવવમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે.

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બાયોમેડીકલ એન્જીનિયર તરીકે ફરજ બજાવતા બિલીમ અખ્તર કહે છે કે, આઈસીયુKTCHI ના યંત્રોની સર્વિસ અને મરામતનું  કાર્ય 24 X 7 અમારી ટીમ કરી રહી છે. કોરોના મહામારીમાં ગંભીર રોગથી પીડાતા ઘણાં દર્દીઓના જીવ જોખમમા મુકાયેલા હોય છે. ત્યારે આ યંત્રોની વ્યવસ્થિત જાળવણીની જવાબદારી અમારા શિરે રહેલી હોય છે. દર્દીઓની સારવારમાં કોઈ પણ વિક્ષેપ ઉભો ન થાય તેની સતત તકેદારી લેવામાં આવી રહી છે.  

કોવિડનોન કોવિડના કોઈ પણ વોર્ડમાં આવેલ યંત્રોમાં ખામી સર્જાય તો, ત્વરિત મોબાઈલટેલીફોનના માધ્યમથી અમારી ટીમને જાણ કરવામાં આવે છે. જેથી અમારી ટીમ દ્વારા ત્વરિત આ મેડીકલ ઉપકરણોની સર્વિસમરામત કરી મશીનને પૂર્વવત કરવામાં આવે છે. આમ, આ તબીબી ઉપકરણો ખામી સર્જાવાના સમયે  ત્વરિત પ્રતિભાવ આપી તેનું સત્વરે રીપેરીંગ કરવામાં  આવે છે. જેથી કોરોનારૂપી આવી પડેલા આ સંકટમાં મહામૂલી માનવજીંદગી બચાવી શકાય. તેમ  શ્રી બેલીમે ઉમેર્યું હતું.

loading…