chaitra navratri

Chaitra Navratri 2024: ચૈત્ર નવરાત્રી અને શારદીય નવરાત્રી વચ્ચે શું અંતર, જાણો બંનેનું ધાર્મિક મહત્વ

Chaitra Navratri 2024: નવરાત્રીનો પવિત્ર તહેવાર વર્ષમાં ચાર વખત આવે છે, ચૈત્ર, અષાઢ, અશ્વિન અને માઘ. મહિનામાં કુલ ચાર વખત નવરાત્રીનો તહેવાર ઉજવવામાં આવે છે.

whatsapp banner

ધર્મ ડેસ્ક, 15 એપ્રિલઃ Chaitra Navratri 2024: 9 એપ્રિલ 2024થી ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ થઇ ગયો છે. 9 દિવસ સુધી મા દુર્ગાના અલગ -અલગ રૂપોની પૂજા કરવામાં આવે છે. ચૈત્રી નવરાત્રી 17મી એપ્રિલે પૂર્ણ થશે. તમને જણાવી દઈએ કે નવરાત્રીનો પવિત્ર તહેવાર વર્ષમાં ચાર વખત આવે છે, ચૈત્ર, અષાઢ, અશ્વિન અને માઘ. મહિનામાં કુલ ચાર વખત નવરાત્રીનો તહેવાર ઉજવવામાં આવે છે.

આવામાં અશ્વિન અને ચૈત્રી નવરાત્રિનું ગૃહસ્થો માટે વધુ મહત્વ છે. અશ્વિન મહિનામાં આવતી નવરાત્રીને શારદીય નવરાત્રી તરીકે ઓળખવામાં આવે છે. તો ચાલો હવે જાણીએ કે ચૈત્ર અને શારદીય નવરાત્રીમાં શું તફાવત છે. બંને નવરાત્રિનું શું મહત્વ છે તે પણ જાણીશું.

આ પણ વાંચો:- Shiva Tandava Stotra: નાનકડી બાળકીએ શિવ તાંડવ સ્તોત્ર પર હુલાહુલ સાથે કર્યુ સુંદર નૃત્ય- જુઓ વીડિયો

શારદીય નવરાત્રી
દર વર્ષે અશ્વિન માસના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી શારદીય નવરાત્રીનો પ્રારંભ થાય છે. શારદીય નવરાત્રીનો તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. શારદીય નવરાત્રી સાથે જોડાયેલી પૌરાણિક કથાઓ અનુસાર, અશ્વિન મહિનામાં દેવી દુર્ગા અને મહિષાસુર વચ્ચે નવ દિવસ સુધી યુદ્ધ થયું હતું, ત્યારબાદ માતા દુર્ગાએ દસમા દિવસે તેનો વધ કર્યો હતો.

શારદીય નવરાત્રીનો દસમો દિવસ વિજયાદશમી તરીકે ઉજવવામાં આવે છે. એવું કહેવાય છે કે ત્યારથી નવ દિવસ શક્તિની ઉપાસના માટે સમર્પિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત અશ્વિન મહિનામાં શરદ ઋતુની શરૂઆત થાય છે, તેથી તેને શારદીય નવરાત્રી પણ કહેવામાં આવે છે.

આ સિવાય ભગવાન રામે શારદીય નવરાત્રીના દસમા દિવસે રાવણનો વધ કર્યો હતો. શારદીય નવરાત્રિને અધર્મ પર ધર્મ અને અસત્ય પર સત્યની જીતનું પ્રતિક માનવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, શારદીય નવરાત્રિ દરમિયાન દેવી દુર્ગા નવ દિવસ માટે પૃથ્વી પર આવે છે. માતાના આગમનની ઉજવણી માટે દુર્ગા ઉત્સવ ધામધૂમથી ઉજવવામાં આવે છે.

ચૈત્ર નવરાત્રી
પૌરાણિક માન્યતાઓ અનુસાર પૃથ્વી પર મહિષાસુર નામના રાક્ષસનો આતંક ઘણો વધી ગયો હતો. મહિષાસુરને વરદાન હતું કે કોઈ દેવ કે દાનવ તેને હરાવી શકશે નહીં. મહિષાસુરના આતંકને કારણે સર્વત્ર અરાજકતા ફેલાઈ ગઈ હતી. આ પછી બધા દેવતાઓએ માતા પાર્વતીને તેમની રક્ષા માટે પ્રાર્થના કરી. પછી દેવી પાર્વતીએ તેના ભાગમાંથી નવ સ્વરૂપો પ્રગટ કર્યા, જેને દેવતાઓએ તેમના શસ્ત્રો આપીને શક્તિ આપી. એવું કહેવાય છે કે આ સમગ્ર પ્રક્રિયા ચૈત્ર મહિનાની પ્રતિપદા તિથિથી શરૂ થઈ હતી અને 9 દિવસ સુધી ચાલી હતી. માન્યતાઓ અનુસાર ચૈત્ર મહિનામાં નવરાત્રિ ઉજવવાની પરંપરા ત્યારથી શરૂ થઈ હતી.

ચૈત્ર નવરાત્રીના નવમા દિવસે રામ નવમી ઉજવવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, ભગવાન શ્રી રામનો જન્મ રામ નવમીના દિવસે થયો હતો, તેથી ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની નવમી તિથીએ રામ નવમીનો તહેવાર ઉજવવામાં આવે છે. ચૈત્રી નવરાત્રિ આધ્યાત્મિક ઈચ્છાઓ પૂરી કરનારી માનવામાં આવે છે. જ્યારે શારદીય નવરાત્રિ સાંસારિક ઈચ્છાઓ પૂરી કરનારી માનવામાં આવે છે.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો