pic

Director of Employment and Training Office: ૧૫૬૦ કર્મચારીઓના એક સાથે પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ મંજૂર

રોજગાર અને તાલીમ નિયામકની(Director of Employment and Training Office) કચેરી દ્વારા ૧૫૬૦ કર્મચારીઓના એકસાથે પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ મંજૂર કર્યા

અમદાવાદ, 28 ઓગસ્ટ: Director of Employment and Training Office: રાજ્ય સરકાર દ્વારા ગત વિધાનસભા ચૂંટણી પહેલા રાજ્યના કર્મચારીઓને ૧૨ અને ૨૪ વર્ષ એમ ૦૨ ઉચ્ચતર પગાર ધોરણને બદલે ૧૦, ૨૦ અને ૩૦ વર્ષે એમ ૦૩ ઉચ્ચતર પગાર ધોરણ આપવા બાબત પરિપત્ર કરેલ જેને અનુસંધાને રોજગાર અને તાલીમ નિયામકની કચેરી દ્વારા આઈ.ટી.આઈના સુપરવાઈઝર ઈન્સટ્રકટર સંવર્ગના ૧૫૬૦ જેટલા કર્મચારીઓના પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ મંજૂર કરવામાં આવ્યા.

Electrified flex fuel vehicle: BS 6 સ્ટેજ 2 ‘ઇલેક્ટ્રિફાઇડ ફ્લેક્સ ફ્યુઅલ વ્હિકલ’ના વિશ્વના પ્રથમ પ્રોટોટાઇપનો શુભારંભ

જે ખુબજ ટૂંકા સમયમાં કર્મચારીઓના આર્થિક હિતને સ્પર્શતા મુદ્દાનો ઉકેલ રોજગાર અને તાલીમ વિભાગના નિયામક ગાર્ગી જૈન (IAS) દ્વારા લાવવામાં આવેલ છે. તે બદલ આઈ.ટી.આઈ. ટેકનીકલ મંડળના હોદ્દેદારોએ ગુજરાતના તમામ કર્મચારીઓ વતી તેઓનો આભાર વ્યક્ત કરેલ.

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો