Covid vaccine e1623415005177

Documents For covid 19 vaccine: શું તમે જઇ રહ્યાં છો કોરોનાની રસી લેવા? તો સાથે આ જરુરી પેપર લઇ જવાનું ન ભૂલશો- વાંચો સંપૂર્ણ વિગત

Covid vaccine

અમદાવાદ, 01 માર્ચઃ આજથી કોરોના વેકિસનેશનના ત્રીજા તબકકાનો આરંભ થવા જઈ રહ્યો છે.આ તબકકામાં 60 વર્ષથી ઉપરની ઉંમરના સિનિયર સિટીઝનો ઉપરાંત 45 વર્ષથી ઉપરની વયના તમામને કોરોના વેકિસન(Documents For covid 19 vaccine) આપવામાં આવશે. મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની હોસ્પિટલો ઉપરાંત સરકારી હોસ્પિટલો, ખાનગી હોસ્પિટલો તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના તમામ અર્બન હેલ્થ સેન્ટર ઉપર કોરોના વેકિસન આપવા અંગેની તમામ તૈયારીઓ પુરી કરી લેવામાં આવી છે.

ધ ઈન્સ્ટિટયુટ ઓફ કિડની ડિસિઝ એન્ડ રીસર્ચ સેન્ટર દ્વારા ટ્રાન્સપ્લાન્ટ અને ડાયાલિસિસના દર્દીઓ માટે આવતીકાલથી સિવીલ હોસ્પિટલના પરિસરમાં રસીકરણ શરૂ કરવામાં આવશે. જેના માટે ઈન્સ્ટિટયુટે ટ્રાન્સપ્લાન્ટ, ડાયાલિસિસના દર્દીઓને આઇકેઆરડીસી પરિસરના રૂમ નંબર-507ની મુલાકાત લેવા અનુરોધ કર્યો છે. 45 વર્ષથી વધુ વયના લોકોએ રસીકરણ કરાવતા અગાઉ તેમની સાથે આધાર કાર્ડ કે ઈલેક્શન કાર્ડ જેવા ઓળખપત્ર પોતાની સાથે લાવવા પણ નિર્દેશ કર્યો છે.

Whatsapp Join Banner Guj

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજથી શરૂ થઈ રહેલાં કોરોના વેકિસનેશનના ત્રીજા તબકકામાં 60 વર્ષથી વધુની વયના સિનિયર સિટીઝનો ઉપરાંત 45 વર્ષ કે તેનાથી વધુની વય ધરાવનારને પણ કોરોના વેકિસન(Documents For covid 19 vaccine) આપવામાં આવનાર છે.45 વર્ષથી વધુની ઉંમર ધરાવતા હોય એવા વ્યકિતને હાઈ બ્લડપ્રેસર કે અન્ય કોઈ પ્રકારની બિમારી હશે તો તેવા સંજોગોમાં વેકિસન લેનાર વ્યકિતિએ તેમની સાથે તબીબી સર્ટીફીકેટ સાથે રાખવું પડશે.

કોરોના વેકિસન લેવા જતા વ્યકિતએ પોતાની સાથે ઓળખ માટેના પુરાવા તરીકે ઈલેકશન કાર્ડ,આધાર કાર્ડ,ડ્રાઈવીંગ લાયસન્સ અથવા પાનકાર્ડ આ ચાર પૈકી કોઈપણ એક પુરાવો ઓળખ માટે સાથે રાખવો જરૂરી બનશે એમ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવારસૂત્રોમાંથી જાણવા મળ્યું છે.

Whatsapp Join Banner Guj

ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે માર્ચ મહિનામાં અમદાવાદ શહેરમાં કોરોના મહામારી શરૂ થયા બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 16 જાન્યુઆરી-2021થી અમદાવાદ શહેરમાં ફરજ બજાવતા હેલ્થ વર્કર ઉપરાંત મેડિકલ અને પેરા મેડિકલ સ્ટાફને કોરોના વેકિસન આપવાની શરૂઆત કરવામાં આવી હતી.

આ પણ વાંચો…

In10 મીડિયા નેટવર્કની નવી હિન્દી જનરલ એન્ટરટેઇનમેન્ટ ચેનલ ‘Ishara- Zindgi ka nazara’નો આજથી પ્રારંભ