Plasma doner 1

દર પંદર દિવસે બીજા દર્દીની જિંદગી બચાવવા કરે પ્લાઝમા ડોનેશન

Plasma doner 1
  • રાજકોટની સિવિલમાંથી સાજા થઇ વિનુભાઈ મોલીયાએ કર્યું ચોથી વખત  પ્લાઝમાનું ડોનેટ
  • હોસ્પિટલનો સામેથી સંપર્ક કરી દર પંદર દિવસે બીજા દર્દીની જિંદગી બચાવવા કરે પ્લાઝમા ડોનેશન

અહેવાલ: નરેશ મહેતા, રાજકોટ

રાજકોટ, ૩૦ ઓક્ટોબર: કોરોનાની મહામારીમાં કોરોનાથી સંક્રમિત દર્દીઓની જિંદગી બચાવવા કોઈ મોટું સેવા કાર્ય હોય તો તે પ્લાઝમા ડોનેટનું છે. રાજકોટના વિનુભાઈ મોલીયા આ સેવાકાર્ય સુપેરે બજાવી રહ્યા છે. રાજકોટની પીડીયુ કોવિડ હોસ્પિટલમાં અદ્યતન સારવાર લઇને સાજા થયેલા વિનુભાઈ મોલીયાએ જણાવ્યું હતું કે ૯મી જુલાઈના રોજ તેમને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. રાજકોટની સિવિલ હોસ્પિટલમાં તબીબો અને સ્ટાફ દર્દીઓની ખૂબ કાળજી લે છે અને જમવાનું તેમજ નાસ્તો ઉપરાંત સમયસર તપાસ, દવા બધી જ સગવડતા હોવાનું જણાવતા વિનુભાઈ કહે છે કે રાજકોટની સિવિલ માં જે સેવા અને સગવડો તેમજ દર્દીઓ પ્રત્યેની લાગણી છે તે ધ્યાને રાખીને હું સિવિલ હોસ્પિટલમાં જ પ્લાઝમા ડોનેટ કરું છું.વિનુભાઈને એન્ટીબોડી એકટીવ થતાં જરૂરી તપાસ કરાવીને તેઓ સિવિલ હોસ્પિટલના પેથોલોજી વિભાગમાં સમયાંતરે બીજા દરદીઓની જિંદગી બચી શકે તે માટે તેમનુ પ્લાઝમા ડોનેટ કરે છે. આજે ચોથી વખત તેમણે પ્લાઝમા ડોનેટ કર્યું હતું. પેથોલોજી વિભાગ ના ડો.નરેન્દ્ર સોજીત્રાએ જણાવ્યું હતું કે વિનુભાઈ સેવાભાવી છે અને સામેથી જ હોસ્પિટલનો સંપર્ક કરીને આ માનવતાનું કાર્ય કરી રહ્યા છે .દર પંદર દિવસે જરૂરી તપાસ કરાવી તેઓ પ્લાઝમા ડોનેટ કરે છે .પ્લાઝમા ડોનેટ કરવાથી કોઈપણ પ્રકારનુ નુકસાન થતું નથી અને બીજાની જિંદગી બચાવી શકાય છે.

આ પણ વાંચો: સરદાર પટેલ જન્મજયંતિ પૂર્વ દિવસે કેવડીયાના સંકલિત વિકાસ માટેના વિવિધ પ્રોજેકટસના કર્યા લોકાર્પણ