Uof U 3 edited

દેશમાં પહેલીવાર આ રેલ્વે સ્ટેશન પર ફાઇવ સ્ટાર હોટલ, પ્રેયર અને બેબી ફીડિંગ રૂમ બનશે..

Uof U

ગાંધીનગર, ૨૮ ડિસેમ્બર: ગાંધીનગર રેલ્વે સ્ટેશનનું વિકાસ કામ અંતિમ તબક્કામાં છે. હવે તેનું ઉદ્ઘાટન આવતા મહિનાના જાન્યુઆરીના ત્રીજા અને ચોથા અઠવાડિયા માં થવાની સંભાવના છે. આ સ્ટેશનની સૌથી મોટી વિશેષતા એ છે કે તે દેશમાં આ પ્રકારનું પહેલું રેલ્વે સ્ટેશન છે, જ્યાં એક અલગ પ્રાર્થના રૂમ અને બેબી ફીડિંગ રૂમ બનાવવામાં આવ્યો છે. ફાઇવ સ્ટાર હોટલ બિલ્ડિંગ હેઠળ બનાવવામાં આવેલું સ્ટેશન વિવિધ પ્રકારની આધુનિક સુવિધાઓથી સજ્જ છે.

whatsapp banner 1

આ બિલ્ડિંગની નીચે મુખ્ય પ્રવેશદ્વાર પાસે, ટિકિટ વિંડોની બાજુમાં લિફ્ટ અને એસ્કેલેટર સાથે સ્ટેશનની અંદરથી જવા માટે એક ગેટ પણ બનાવ્યો છે, જેથી મુસાફરોને પ્લેટફોર્મ પર પહોંચવા માં કોઈ મુશ્કેલી ન પડે. મુસાફરોને ટિકિટ વિંડો સુધી પહોંચવા માટે ડોર ફ્રેમ મેટલ ડિટેક્ટરથી પસાર થવું આવશ્યક છે. આટલું જ નહીં, ફાઈવ સ્ટારમાં પ્રવેશવા માટે પ્રવેશ દ્વાર પાસે એક ગેટ પણ લગાવવામાં આવ્યો છે, જેથી મુસાફરો ટ્રેનમાંથી ઉતરીને સીધા હોટલમાં જઈ શકશે.

Uof U 3 edited

પ્રથમ એન્ટ્રન્સ પર, પ્રવેશ દ્વાર, બુકિંગ ઓફીસ, લિફ્ટ-એસ્કેલેટર, પુસ્તક સ્ટોલ, નવી બિલ્ડિંગમાં ફૂડ સ્ટોલ સહિત તમામ સુવિધાઓ ઉપલબ્ધ હશે. ઉપરાંત ગાંધીનગર રેલ્વે સ્ટેશન પર જ પ્રાથમિક સહાય માટે એક નાની હોસ્પિટલ હશે. નવી ઇમારત બન્યા બાદ સ્ટેશનની જૂની ઇમારત ખાલી થઈ જશે. અહીં ફક્ત સ્ટેશન માસ્ટર અને અન્ય રેલ્વે સ્ટાફ જ રહેશે. જ્યારે આખું સ્ટેશન સીસીટીવી કેમેરાની દેખરેખ હેઠળ રહેશે.

આ પણ વાંચો…

  • વાહન પાછળ જાતિ લખવા પર આ રાજ્યમાં વાહન થશે જપ્ત, ફરિયાદના આધારે લેવાયો નિર્ણય
loading…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *