free ration

જાણકારીઃ કેન્દ્ર સરકારે ફ્રીમાં રાશન(free ration) આપવાનું જાહેર કર્યું, જો ફ્રીમાં આપવાની ના પાડે તો આ ટોલ ફ્રી નંબર પર કોલ કરો અને ફરિયાદ કરો -વાંચો સંપૂર્ણ માહિતી

નવી દિલ્હી, 03 મેઃ સમગ્ર દેશમાં કોરોનાનો કહેર વરસી રહ્યો છે. તેથી કેન્દ્ર સરકારે ગરીબોને મે અને જૂન આમ બે મહિના ફ્રી રાશન(free ration) ફ્રીમાં ઉપલબ્ધ કરાવવાનું એલાન કર્યું છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત ગરીબોને 5 અન્ન ફ્રીમાં આપવામાં આવશે. માનવામાં આવી રહ્યું છે કે સરકારે આ નિર્ણય દેશના 80 કરોડ લોકોને લાભ મળશે. કેન્દ્ર સરકારે ગયા વર્ષે દેશના ગરીબને ફ્રીમાં રાશન ઉપલબ્ધ કરાવવામાં આવશે. જો તમારી પાસે રેશનકાર્ડ છે અને ડીલર તમારા કોટાનું અનાજ આપવાથી ઇનકાર કરે તો તમે ટોલ ફ્રી નંબર પર ફરિયાદ કરી શકો છો.

નેશનલ ફૂડ સિક્યોરિટી પોર્ટલ(NSFA) પર દરેક રાજ્યોના ટોલ ફ્રી(free ration) નંબર હાજર હોય છે. આ કોલ પર તમે ફરિયાદ નોંધાવી શકો છો. સાથે જ તમે ઈચ્છો તો NFSAની વેબસાઈટ https://nfsa.gov.in પર જઈમેલ લખી ફરિયાદ નોંધાવી શકો છો. જણાવી દઈએ કે દરેક રાજ્યોમાં રેશન કાર્ડ બનાવવાની અલગ અલગ રીત હોય છે.

free ration

નોંધનીય છે કે, રેશન વિતરણ પ્રણાલીમાંથી ખલેલ દૂર કરવા અને બધાને રાશન પુરી પાડવા સરકારે ફરિયાદ નોંધવાની સિસ્ટમ શરૂ કરી છે. જો રેશનકાર્ડ ધારક પોતાનો અન્નનો ક્વોટા મેળવતો નથી, તો તે આ ટોલ ફ્રી(free ration) નંબર પર કોલ કરી ફરિયાદ નોંધાવી શકે છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત રેશનકાર્ડ ધારકોને લાભ મળશે. ધારો કે તમારા રેશનકાર્ડ પર ચાર લોકોનાં નામ નોંધાયેલા છે. તેથી વ્યક્તિને પાંચ કિલોના દરે કુલ 20 કિલો અનાજ મળશે. આ અનાજ દર મહિને મળતા રાશનથી અલગ હશે. એટલે કે, જો તમને દર મહિને રેશનકાર્ડ પર પાંચ કિલો અનાજ મળે છે તો તમને મે અને જૂન મહિનામાં પાંચ કિલોગ્રામ અનાજ મળશે.

ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ના યોજના હેઠળ મે અને જૂનમાં વિના મૂલ્યે(free ration) આપવામાં આવેલ અનાજ તે જ રાશન શોપ પર મળશે જ્યાંથી રેશનકાર્ડ ઉપલબ્ધ છે. ગયા વર્ષે કોરોના રોગચાળાને કારણે લોકડાઉન દરમિયાન આ યોજના વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવી હતી.

free ration

આ પણ વાંચો….

રાહતના સમાચારઃ કોરોના કપરા કાળમાં રાજ્ય સરકારે ખેડૂતો(farmers)ને પાક ધિરાણની ચૂકવવામાં મુદત લંબાવી