GM Efficiency Shield rajkot

GM Efficiency Shield: જનરલ મેનેજર દ્વારા રાજકોટ ડિવિઝનને બેસ્ટ લોડીંગ એફર્ટ શિલ્ડ એનાયત

GM Efficiency Shield: 69મો રેલ સપ્તાહ પુરસ્કાર સમારોહ: જનરલ મેનેજર દ્વારા રાજકોટ ડિવિઝનને બેસ્ટ લોડીંગ એફર્ટ શિલ્ડ એનાયત

whatsapp banner

રાજકોટ, 19 એપ્રિલ: GM Efficiency Shield: પશ્ચિમ રેલવે દ્વારા આયોજિત 69મા રેલ સપ્તાહ પુરસ્કાર સમારોહમાં રાજકોટ રેલવે ડિવિઝન ને નાણાકીય વર્ષ 2023-24 માટે શ્રેષ્ઠ લોડિંગ પ્રયત્નો માટે જનરલ મેનેજર કાર્યક્ષમતા શિલ્ડ એનાયત કરવામાં આવી છે.

તાજેતરમાં, મુંબઈના નરીમાન પોઈન્ટ સ્થિત યશવંતરાવ ચવ્હાણ ઓડિટોરિયમ ખાતે આયોજિત એક કાર્યક્રમમાં પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર અશોક કુમાર મિશ્ર દ્વારા આ પ્રતિષ્ઠિત શિલ્ડ રાજકોટ ડિવિઝનલ રેલવે મેનેજર અશ્વની કુમાર અને સિનિયર ડિવિઝનલ ઑપરેશન મેનેજર કૅપ્ટન આર.સી. મીણા ને અર્પણ કરવામાં આવી હતી.

આ પણ વાંચો:- CBI Court Judgement: ઇન્ડિયન ઓવરસીઝ બેંકના પૂર્વ સિનિયર મેનેજરને કોર્ટે કર્યા રૂ.15.06 કરોડના દંડ સાથે સાત વર્ષની કેદ

આ શિલ્ડ રાજકોટ અને અમદાવાદ ડિવિઝન ને સંયુક્ત રીતે એનાયત કરવામાં આવી છે. રાજકોટ ડિવિઝને નાણાકીય વર્ષ 2023-24માં ડિવિઝનમાંથી ગુડ્સ ટ્રેન દ્વારા 10.64 મિલિયન ટન માલનું લોડિંગ કરીને છેલ્લા પાંચ વર્ષનો લોડિંગ રેકોર્ડ તોડ્યો છે. ડિવિઝને આ નાણાકીય વર્ષમાં સૌથી વધુ 4.9 મિલિયન ટન પેટ્રોલિયમ ઉત્પાદનો જેમ કે ડીઝલ, પેટ્રોલ, એલપીજી વગેરેના લોડિંગનો નવો રેકોર્ડ બનાવ્યો છે.

આ ઉપરાંત રાજકોટ ડિવિઝને ટ્રેનોના સંચાલનમાં 97.01% ‘PUNCTUALITY’ એટ્લે કે સમયપાલનતા હાંસલ કરી છે જે સમગ્ર ભારતીય રેલવેમાં બીજા ક્રમે છે. ડીઆરએમ શ્રી અશ્વનીકુમારે રાજકોટ ડિવિઝનને મળેલી આ પ્રતિષ્ઠિત શિલ્ડને અધિકારીઓ અને કર્મચારીઓની મહેનત અને સમર્પણનું પરિણામ ગણાવી સૌને અભિનંદન પાઠવ્યા હતા.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો