train coach

Sabarmati-Patna summer train: સાબરમતી અને પટના વચ્ચે વિશેષ ટ્રેન દોડાવશે

Sabarmati-Patna summer train: પશ્ચિમ રેલવે સાબરમતી અને પટના વચ્ચે વિશેષ ટ્રેન દોડાવશે

whatsapp banner

અમદાવાદ, 19 એપ્રિલ: Sabarmati-Patna summer train: મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ સાબરમતી અને પટના વચ્ચે બીજી વિશેષ ટ્રેન વિશેષ ભાડા પર દોડાવવાનો નિર્ણય કર્યો છે. જેની વિગતો નીચે મુજબ છે.

  • ટ્રેન નંબર 09477/09478 સાબરમતી-પટના-સાબરમતી સ્પેશિયલ (કુલ 2 ટ્રીપ)

ટ્રેન નંબર 09477 સાબરમતી-પટના સ્પેશિયલ સાબરમતીથી રવિવાર, 21 એપ્રિલ, 2024ના રોજ 00:45 કલાકે ઉપડશે અને બીજા દિવસે 09:30 કલાકે પટના પહોંચશે. એ જ રીતે, ટ્રેન નંબર 09478 પટના-સાબરમતી સ્પેશિયલ પટનાથી સોમવાર, 22 એપ્રિલ 2024ના રોજ 12:30 કલાકે ઉપડશે અને બીજા દિવસે 21:30 કલાકે સાબરમતી પહોંચશે.

આ પણ વાંચો:- CBI Court Judgement: ઇન્ડિયન ઓવરસીઝ બેંકના પૂર્વ સિનિયર મેનેજરને કોર્ટે કર્યા રૂ.15.06 કરોડના દંડ સાથે સાત વર્ષની કેદ

રૂટ પર બંને દિશામાં, આ ટ્રેન મહેસાણા, પાલનપુર, આબુ રોડ, મારવાડ જં, અજમેર, ફુલેરા, જયપુર, બાંદિકૂઇ, ભરતપુર, અછનેરા, આગ્રા ફોર્ટ, ટુંડલા, કાનપુર સેન્ટ્રલ, લખનૌ, સુલતાનપુર, જૌનપુર, વારાણસી, પંડિત દીનદયાલ ઉપાધ્યાય, બક્સર અને આરા સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનના તમામ 22 કોચ સ્લીપર ક્લાસના હશે.

ટ્રેન નંબર 09477નું બુકિંગ 20 એપ્રિલ, 2024થી પેસેન્જર રિઝર્વેશન સેન્ટર્સ અને IRCTCની વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેનના ઓપરેટિંગ સમય, સ્ટોપ અને સ્ટ્રક્ચર વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો