Vaccine

Govt.order to take Vaccine: ગુજરાત સરકારે વેપારીઓને કોરોના રસી માટે આપી છૂટછાટ, લઈ લેજો નહીં તો થશે દંડ- આ છે છેલ્લી તારીખ

Govt.order to take Vaccine: સુપરસ્પ્રેડર ગણાતાં વેપારી, શ્રમિકો સહિતના તમામ વ્યવસાયકારોને તા.10મી જુલાઇ સુધી રસી લઇ લેવા આદેશ કરાયો છે

ગાંધીનગર, 09 જુલાઇઃGovt.order to take Vaccine: કોરોનાએ ગુજરાતમાંથી હળવા પગલે વિદાય લીધી હોય તેમ લાગી રહ્યું છે કેમ કે, કેસોમાં ધરખમ ઘટાડો થયો છે. કોરોના પર કાબૂ મેળવવા સરકારે રસીકરણ પર ભાર મૂક્યો છે. ખાસ કરીને સુપરસ્પ્રેડર ગણાતાં વેપારી, શ્રમિકો સહિતના તમામ વ્યવસાયકારોને તા.10મી જુલાઇ સુધી રસી લઇ લેવા આદેશ કરાયો છે.

વેપારી, શ્રમિકો દંડના ડરથી સામે ચાલીને રસીકેન્દ્રો પર જાય છે પણ રસી જ ઉપલબ્ધ નથી. મમતા દિવસનું બહાનું કાઢી એક દિવસ રસીકરણ બંધ કરાયું હતું. રસી ખૂટી પડતા વધુ બે દિવસ રસીકરણ બંધ કરવા સરકારે ના છૂટકે નિર્ણય લેવો પડયો હતો. એક બાજુ સરકાર પાસે જ્યાં રસી(Govt.order to take Vaccine) જ નથી ત્યારે રસી લેવા ક્યાં લેવા જવું એ એક પ્રશ્ન સર્જાયો છે

હવે રસી લેવાની મુદતને આડે બે દિવસ બાકી રહ્યાં છે ત્યારે વેપારી, શ્રમિકો સહિત અન્ય વ્યવસાયકારોને ચિંતા સતાવી રહી છે. સરકારે જ રસીકરણ બંધ કરી દીધુ છે ત્યારે મજબૂર વેપારીઓ ખાનગી હોસ્પિટલમાં રસી લેવા જવું પડે તેવી સ્થિતિ પરિણમી છે. આ પરિસ્થિતિને જોતાં સરકારે ફરી એકવાર રસી(Govt.order to take Vaccine) લેવાની સમય અવિધમાં વધારો કર્યો છે. હવે તા.31મી જુલાઇ સુધી તમામ વ્યવસાયકારોએ રસી લેવા સરકારે આદેશ કર્યો છે

Govt.order to take Vaccine

આ પણ વાંચોઃ New guideline: CM રુપાણીની અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીમાં લેવાયા નાઇટ કરફ્યુને મહત્વપૂર્ણ નિર્ણયો, જાણો નવા નિયમ શું ચાલુ રહેશે અને શું બંધ?