GUjarat ratna award group

Gujarat Ratna Gaurav Award: ગુજરાતના 28 રત્નોને “ગુજરાત રત્ન ગૌરવ એવોર્ડ”

Gujarat Ratna Gaurav Award: ગુજરાતના 28 રત્નોને “ગુજરાત રત્ન ગૌરવ એવોર્ડ” ગુજરાતના એવા મહાનુભાવો કે જેઓ પોતાના કાર્ય થકી સમાજને એક નવી પ્રેરણા આપે છે.

અમદાવાદ , ૦૯ ઓગસ્ટ: Gujarat Ratna Gaurav Award: આ કાર્યક્રમમાં રાજ્ય સભાના સાંસદ નરહરી અમીન તેમજ પૂજ્ય દ્વારકેશ લાલજીની વિશેષ ઉપસ્થિત પણ રહી હતી જેમને હાજર રહી પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. આ પ્રસંગે પૂ. દ્વારકેશલાલજી મહારાજને નોર્થ અમેરિકાની યુનિવર્સિટીની ડિગ્રી પણ આપવામાં આવી હતી. તદુપ્રાન્ત, આ કાર્યક્રમમાં ડૉ. શૈલેશ ઠાકર સાથે હિતેશ પટેલ (પોચી) દ્વારા અવૉર્ડ સમારોહ ના સંચાલન માં મહત્વની ભૂમિકા મા જોવા મળ્યા હતા.

આ પણ વાંચો…Zydus cadila vaccine: ઝાયડસ કેડિલાની વેક્સિનને ટૂંક સમયમાં જ મળી શકે છે મંજૂરી, 12 વર્ષથી વધારે ઉંમરના લોકોને અપાશે ડોઝ- વાંચો વિગત

જે ખ્યાતનામ મહાનુભાવોને બિરદાવવામાં આવ્યા હતા તેમાં હરીશ ભીમાણી, આસિત મોદી, દિલીપ જોશી, મનોજ જોશી, ગુજરાતના પૂર્વ ન્યાયમૂર્તિ મધુકર ધ્રુવ, નિવૃત્ત આઈ.પી.એસ. અને હાલ ગુજરાત સ્ટેટ હ્યુમન રાઈટ કમિશનના સભ્ય જે.કે.ભટ્ટ, મનીષ મહેતા, દેવાંગ ભટ્ટ, બિમલ પટેલ, લજ્જા ગોસ્વામી, ડૉ. પંકજ શાહ (પદ્મશ્રી), રુઝાન ખંભાતા, સૌમ્ય જોશી, અશોક જૈન, તુષાર ત્રિવેદી, કેતન રાવલ, તરુણ બારોટ, રોબિન ગોએન્કા, મિત્તલ પટેલ, સંજય જૈન, માના પટેલ, મનુભાઇ પ્રજાપતી, યઝી કરંજીયા સહિતના મહાનુભાવોને તેમને ક્ષેત્રે કરેલા ઉત્તમ કાર્ય બદલ ઉમળકાભેર અમદાવાદના આંગણે બિરદાવવામાં આવ્યા હતા.

Whatsapp Join Banner Guj