Zydus cadila vaccine: ઝાયડસ કેડિલાની વેક્સિનને ટૂંક સમયમાં જ મળી શકે છે મંજૂરી, 12 વર્ષથી વધારે ઉંમરના લોકોને અપાશે ડોઝ- વાંચો વિગત

Zydus cadila vaccine: ઝાયડસ કેડિલાની વેક્સિન 12 વર્ષ કરતા વધારે ઉંમરના લોકો માટે હોઈ શકે છે. જો ઝાયડસની આ વેક્સિનને મંજૂરી મળશે તો 12થી 18 વર્ષની ઉંમરના લોકો માટે તે ભારતની પહેલી વેક્સિન બનશે

નવી દિલ્હી, 09 ઓગષ્ટઃ Zydus cadila vaccine: ભારતમાં કોરોના વેક્સિનેશન મિશનને ટૂંક સમયમાં જ ભારે મોટી સફળતા મળી શકે છે. ઝાયડસ કેડિલાની કોરોના વેક્સિનને ટૂંક સમયમાં જ ઈમરજન્સી ઉપયોગ માટેની મંજૂરી મળી શકે છે. જો આ રસીને મંજૂરી મળશે તો તે ભારતમાં ઉપયોગમાં લેવાનારી છઠ્ઠી વેક્સિન બનશે. 

ખાસ વાત એ છે કે, ઝાયડસ કેડિલાની વેક્સિન 12 વર્ષ કરતા વધારે ઉંમરના લોકો માટે હોઈ શકે છે. જો ઝાયડસની આ વેક્સિનને મંજૂરી મળશે તો 12થી 18 વર્ષની ઉંમરના લોકો માટે તે ભારતની પહેલી વેક્સિન બનશે. અમદાવાદની કંપની ઝાયડસ કેડિલાએ વિશ્વની પહેલી ડીએનએ બેઝ્ડ કોવિડ વેક્સિન બનાવી છે. ટ્રાયલમાં તેની સફળતાનો દર 77 ટકા કરતા વધારે નોંધાયો હતો.

આ પણ વાંચોઃ Fasting health tips: આ રીતે ઉપવાસ રાખીને પણ જાળવી શકો છો તમારી ઇમ્યુનિટી- વાંચો વિગત

ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધીમાં ભારતમાં કુલ 5 વેક્સિનને મંજૂરી મળી ચુકી છે અને તે પૈકીની 3 વેક્સિનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. દેશભરમાં કોવિશીલ્ડ, કોવેક્સિન અને સ્પુતનિક-વીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. 

જ્યારે મોડર્ના, જોનસન એન્ડ જોનસન (સિંગલ ડોઝ)ની વેક્સિનને પણ મંજૂરી મળી ગઈ છે. ઝાયડસ કેડિલાની વેક્સિન દેશની છઠ્ઠી વેક્સિન બનશે. ભારતમાં અત્યાર સુધીમાં 50 કરોડ કરતા વધારે વેક્સિનના ડોઝ અપાઈ ચુક્યા છે. 

આ પણ વાંચોઃ Protest by hindu people in PAK: હિંદુઓ વિરૂદ્ધ અત્યાચાર વિરૂદ્ધ કરાચીમાં પ્રદર્શન, લાગ્યા ‘જય શ્રી રામ-હર હર મહાદેવ’ના નારા- વાંચો સંપૂર્ણ વિગત

ભારત સરકારનું લક્ષ્ય ડિસેમ્બર 2021 સુધીમાં તમામ વયસ્કોને વેક્સિનનો ઓછામાં ઓછો એક ડોઝ આપી દેવાનું છે. સાથે જ સપ્ટેમ્બર સુધીમાં દૈનિક એક કરોડ વેક્સિન આપી શકાય તેવી આશા છે. 

Whatsapp Join Banner Guj