સરકારી હોસ્પિટલોમાં દાખલ કરેલા કોરોના દર્દીઓના સ્વાસ્થ્યની તમામ માહિતી મેળવી શકશે પરિવારના સભ્યો , આ છે helpline number

  • 24×7 દર્દીના સ્વજનોની સેવામાં કાર્યરત હેલ્પલાઇન નંબર(helpline number)
  • આ હેલ્પલાઇન નંબર(helpline number) પર સંપર્ક કરીને દર્દીના સ્વાસ્થ્ય સંલગ્ન તમામ માહિતી મેળવી શકાય છે

    અમદાવાદ, 12 એપ્રિલઃ અમદાવાદ સિવિલ મેડીસીટીમાં આવેલી તમામ કોરોના ડેઝીગ્નેટેડ હોસ્પિટલ દ્વારા કોરોનાગ્રસ્ત દર્દીની સાથે સાથે તેમના સગાઓની ચિંતાને ધ્યાનમાં રાખી હેલ્પલાઇન નંબર(helpline number) કાર્યરત કરવામાં આવ્યા છે. અમદાવાદ સિવિલ મેડિસીટીમાં આવેલી તમામ કોરોના ડેઝિગ્નેટેડ હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત દર્દીઓને શ્રેષ્ઠ સારવાર મળી રહે તે માટે સિવિલ મેડિસીટી તંત્ર દ્વારા સુચારૂ વ્યવસ્થાપન કરવામાં આવ્યું છે. કોરોનાગ્રસ્ત દર્દીઓને લઈને ચિંતિત તેમના સ્વજનો દર્દીની સ્વાસ્થ્ય સંબંધિત તમામ માહિતી મેળવી શકે તે માટે મેડિસીટીની તમામ હોસ્પિટલમાં હેલ્પલાઇન નંબર(helpline number) 24×7 કાર્યરત છે.
Whatsapp Join Banner Guj
  • 1200 બેડ હોસ્પિટલ માટે હેલ્પલાઇન(helpline number) નંબર 94097-66908 / 94097-76264
  • મંજુશ્રી મીલ કંપાઉન્ડ સ્થિત કોરોના ડેઝીગ્નેટેડ હોસ્પિટલ helpline number – 9409766971
  • આઇ.કે.ડી.આર.સી.(કિડની હોસ્પિટલ) helpline number – 079-49017074 / 079-49017075
  • યુ.એન. મહેતા હાર્ટ ઇનસ્ટીટ્યુટ helpline number – 90999 55247 / 90999 55248
  • જી.સી.આર.આઇ. (કેન્સર હોસ્પિટલ) helpline number – 079-22690000

ઉપરોક્ત, તમામ નંબર 24×7 કાર્યરત છે. આ નંબર(helpline number) પર સંપર્ક કરીને સારવાર મેળવી રહેલા કોરોનાગ્રસ્ત દર્દીની સ્વાસ્થય સ્થિતિ અંગે માહિતી મેળવી શકાશે. આમ, સિવિલ મેડિસિટીના વહીવટીતંત્ર એ માત્ર દર્દીઓની જ નહીં, તેમના સ્વજનોની માનસિક જરૂરિયાતોને પણ ધ્યાનમાં રાખી આયોજન કર્યું છે.

ADVT Dental Titanium

આ પણ વાંચો….

આજે હાઇકોર્ટમાં ગુજરાતમાં કોરોનાની સ્થિતિ અંગે સુનાવણીઃ ગુજરાત સરકાર(high court ma sarkar ki rajuaat) તરફથી એડ્વોકેટ જનરલ કમલ ત્રિવેદીએ કરી આ રજૂઆત- વાંચો સંપૂર્ણ અહેવાલ