civil new ambulance

HUDCO donations Ambulance: અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં હુડકો એ 70 લાખ ના ખર્ચે બે આઇ.સી.યુ. ઓન વ્હીલ્સ(ICU On wheels)નું દાન કર્યુ

HUDCO donations Ambulance: સમાજ પ્રત્યેનું ઉત્તરદાયિત્વ નિભાવવા CSR(કોર્પોરેટ સોશિયલ રીસ્પોન્સીબિલીટી) અંતર્ગત એમબ્યુલન્સ દાન કરવામાં આવી

અહેવાલ: અમિતસિંહ ચૌહાણ
અમદાવાદ , ૧૧ જુલાઈ:
HUDCO donations Ambulance: અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં હુડકો ( હાઉસીંગ એન્ડ અર્બન ડેવલેપમેન્ટ કોર્પોરેશન લીમેટેડ) દ્વારા બે આઇ.સી.યુ. ઓન વ્હીલ્સનું દાન કરવામાં આવ્યું. હુડકો દ્વારા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સી.એસ.આર. એટલે કે કોર્પોરેટ સોશિયલ રીસ્પોન્સીબિલીટી અંતર્ગત સિવિલ હોસ્પિટલના દર્દીઓને મદદરૂપ થવાના શૂભ આશયથી આઇ.સી.યુ. ઓન વ્હીલ્સ દાન કરવામાં આવી હતી. કોરોનાની બીજી લહેર ધાતક સાબિત થઇ હતી. આ લહેરમાં ઓક્સિજનની જરૂરિયાત અને વેન્ટિલેટર પર સારવારની વધુ જરૂરિયાત ઉભી થઇ.

Whatsapp Join Banner Guj

ગંભીર પરિસ્થિતિમાં પહોંચેલા કેટલાક દર્દીઓને એક હોસ્પિટલમાંથી બીજા હોસ્પિટલમાં ખસેડવાની પણ જરૂરિયાત ઉભી થઇ હતી.
ખાનગી હોસ્પિટલમાં કે અન્ય કોઇ પણ હોસ્પિટલમાં ગંભીર પરિસ્થિતિ પર પહોંચેલા વ્યક્તિને જ્યારે સિવિલ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સમાં લાવવામાં આવે ત્યારે આઇ.સી.યુ. ઓન વ્હીલ્સ કારગર સાબિત થતી હોય છે. આ પરિસ્થિતિઓને ધ્યાને લઇ ઓક્સિજન અને બાય-પેપ સપોર્ટ સિસ્ટમ પર આઇ.સી.યુ.માં રહેલા દર્દીઓને સલામત રીતે સરળતાથી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લાવી શકાય તે માટે હુડકો દ્વારા આઇ.સી.યુ. ઓન વ્હીલસ દાન કરવામાં આવી હતી.

HUDCO donations Ambulance ahmedabad civil hospital

અત્રે ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર્ભાઇ મોદી દ્વારા ખાનગી કંપનીઓને તેમના પ્રોડકશનના નફામાંથી અમૂક ભાગ સમાજ પ્રત્યેનું ઉત્તરદાયિત્વ નિભાવવાના આશયથી સી.એસ.આર. પ્રવૃતિ અંતર્ગત દાન કરવામાં આહવાન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે જ હુડકો દ્વારા અમદાવાદ સિવિલમાં દર્દીનારાયણની સેવામાં તેમને મદદરૂપ થવા આ એમ્બુયલન્સનું દાન કરવામાં આવ્યુ હતુ.

અમદાવાદ સિવિલ હોસ્પિટલ ડૉ. જે.વી. મોદી, એડીશન મેડિકલ સુપ્રીનટેન્ડન્ટ ડૉ. રજનીશ પટેલ અને ડૉ. રાકેશ જોષી, નોડલ ઓફિસર ડૉ. હિતેન્દ્ર દેસાઇની ઉપસ્થિતિમાં હુડકોના અધિકારીઓ દ્વારા આપવામાં એમ્બ્યુલન્સનું દાન સ્વીકારવામાં આવ્યું હતુ.

આ પણ વાંચોUnion home minister Amit shah: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદના વેજલપુર વોર્ડના નવનિર્મિત કોમ્યુનિટી હોલની મુલાકાત લીધી