ujarat police 5587169 835x547 m

job vacanccy:શું તમે પોલીસ વિભાગમાં નોકરી કરવા ઇચ્છો છો? તો ગુજરાત સરકાર પોલીસ વિભાગમાં કરી રહી છે ભરતી- જાણો શું છે પ્રોસેસ

job vacanccy

ગાંધીનગર, 13 માર્ચઃ તમે પોલીસ વિભાગમાં નોકરી(job vacanccy) કરવા ઇચ્છો છો. તો તમારા માટે ગુજરાત સરકાર લાવી છે ખાસ ઓફર…જી, હાં સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના પોલીસ મહેકમમાં વધારો કરવાનો નિર્ણય સરકાર દ્વારા લેવાયો છે. રાજ્ય પોલીસમાં 7610 જગ્યાઓ પર ભરતીની પ્રક્રિયા મંજુર કરવામાં આવી છે. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ગૃહ વિભાગની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. ગૃહ વિભાગ દ્વારા આ મંજુરી અંગેનો પરિપત્ર કરવામાં આવ્યો છે. જેથી પોલીસ ભરતી કરવા ઇચ્છતા યુવાનો માટે આ મોટા અને મહત્વના સમાચાર છે.

ADVT Dental Titanium

ગુજરાત રાજ્યના પોલીસ વિભાગમાં હાથ ધરાશે ભરતી પ્રક્રિયા. અલગ અલગ 1 હજાર 382 જગ્યા પર ભરતી કરવામાં આવશે. જેમાં બિન હથિયારી પીએસઆઈ માટે 202 , બિન હથિયારી મહિલા પીએસ આઈ માટે 98 , બિન હથિયારી મદદનીશ પોલીસ સબ ઈનસ્પેકટર પુરૂષ માટે 659 અને મહિલા માટે 324 જગ્યા પર ભરતી કરાશે. તો ઇન્ટેલીજન્સ ઓફિસર માટે કુલ 27 જગ્યા પર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

આ તારીખથી ઉમેદવારો ફોર્મ ભરી શકશે

પોલીસ વિભાગમાં યોજાનારી આ મોટા પ્રમાણની ભરતી માટે ઉમેદવારો 16 માર્ચથી ઓનલાઈન ફોર્મ ભરી શકશે. જેના માટે ojas.gujarat.gov.in પરથી ઓનલાઈન અરજી કરી શકાશે. 31 માર્ચ સુધી ઉમેદવારોને ઓનલાઈન અરજી સ્વિકારાશે.

Whatsapp Join Banner Guj
  • રાજ્યના પોલીસ વિભાગમાં ભરતીની જાહેરાત
  • પોલીસબેડામાં 1382 ખાલી જગ્યાઓ માટે ભરતી
  • બિન હથિયારધારી PSIની 202 જગ્યા
  • બિન હથિયારધારી મહિલા PSIની 98 જગ્યાઓ
  • હથિયારધારી PSI ની 72, પુરૂષ ઈન્ટેલિજન્ટ ઓફિસરની 18 જગ્યા
  • મહિલા ઈન્ટેલિજન્ટ ઓફિસરની 9 જગ્યાઓની ભરતી
  • બિન હથિયારધારી મદદનીશ સબ ઈન્સ્પેક્ટરની 659 જગ્યાઓ
  • બિન હથિયારધારી મહિલા મદદનીશ સબ ઈન્સ્પેક્ટરની 324 જગ્યા
  • 16 માર્ચથી ઉમેદવારો ઓનલાઈન ફોર્મ ભરી શકશે
  • ojas.gujarat.gov.in પરથી ઓનલાઈન અરજી કરી શકાશે
  • 31 માર્ચ સુધી ઉમેદવારોને ઓનલાઈન અરજી સ્વિકારાશે

આ પણ વાંચો…

Gujarat corona case: રાજ્યમાં 715 સંક્રમિત, 46 દિવસ બાદ નોંધાયા કોરોનાના આટલા એક્ટિવ કેસ