જૂનાગઢ: ચાલુ વર્ષે નહીં યોજાય ગિરનારની લીલી પરિક્રમા

Girnar Parikrama 5
  • ચાલુ વર્ષે નહીં યોજાય ગિરનારની લીલી પરિક્રમા
  • કોરોના સ્થિતીને લઈને વહીવટી તંત્રનો નિર્ણય
  • લીલી પરિક્રમા માટે નહીં આવવા તંત્રની લોકોને અપીલ
  • જંગલમાં સોશ્યલ ડિસ્ટન્સ જાળવવું સંભવ નથી
  • પરંપરા જાળવી રાખવા પ્રતિકાત્મક પરિક્રમા અંગે થશે વિચારણા

જૂનાગઢ, ૨૧ નવેમ્બર: જૂનાગઢમાં ચાલુ વર્ષે ગરવા ગિરનારની ગોદમાં લીલી પરિક્રમા નહીં યોજાય, જીલ્લા કલેકટર દ્વારા પત્રકાર પરિષદમાં આ અંગેની જાહેરાત કરવામાં આવી. દર વર્ષે દેવદિવાળીના દિવસથી ગિરનારની પરિક્રમા યોજાય છે જેમાં 10 લાખથી વધુ લોકો જોડાય છે. ચાલુ વર્ષે કોરોના સ્થિતીમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે તો સંક્રમણની સંભાવના રહેલી છે સાથે લીલી પરિક્રમાં જંગલ રસ્તે થતી હોય છે અને જંગલમાં સોશ્યલ ડિસ્ટન્સ જાળવવું શક્ય ન હોય વહીવટી તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો અને પરિક્રમા મોકુફ રાખવામાં આવી છે.

આમ પણ નવી ગાઈડલાઈન મુજબ કોઈપણ મેળાવડા માટે માત્ર 200 લોકોની છુટ છે પરંતુ લીલી પરિક્રમમાં તો લાાખોની જનમેદની ઉમટી પડે ત્યારે આ સ્થિતીમાં ગિરનારની પરિક્રમાં સ્થગીત કરવી જ યોગ્ય હોય તંત્ર દ્વારા આ નિર્ણય લેવાયો છે. દર વર્ષે દેવ દિવાળીથી શરૂ થતી ગિરનારની લીલી પરિક્રમામાં સામાાજીક સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા અન્નક્ષેત્રો અને ઉતારાની વ્યવસ્થા હોય છે, ચાલુ વર્ષે કોરોના સ્થિતીમાં ઉતારા મંડળ દ્વારા અગાઉથી જ અન્નક્ષેત્ર અને ઉતાારા નહીં રાખવાનો નિર્ણય લેવાય ગયો હતો. જો કે પરંપરા જળવાઈ રહે તે હેતુ વહીવટી તંત્ર દ્વારા સાધુ સંતો અને સમાજના શ્રેષ્ઠીઓ સાથે વિચારણા કરીને કોઈ પ્રતિકાત્મક પરિક્રમા અંગે નિર્ણય કરીને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે જેથી પરંપરા પણ જળવાઈ રહે અને ભીડ પણ એકત્રીત ન થાય.

whatsapp banner 1