MLA Harsh Sandhvi donate X-ray machine: નવી સિવિલ હોસ્પિટલને દાંતના અદ્યતન ઓ.પી.જી. એકસ-રે મશીન અર્પણ કરતા ધારાસભ્ય હર્ષ સંધવી

MLA Harsh Sandhvi donate X-ray machine: રેડિયોલોજી વિભાગને બે અદ્યતન એકસ-રે મશીનો ખરીદવા માટે પોતાની ગ્રાંટ ફાળવવાની જાહેરાત કરતા હર્ષ સંધવી

  • સિવિલમાં દાંતની સારવાર માટે આવતા રોજના ૨૫થી વધુ દર્દીઓ માટે મશીન આશીર્વાદરૂપ બનશેઃ હર્ષ સંધવી

અહેવાલ: પરેશ ટાપણીયા
સુરત, ૧૭ ઓગસ્ટ:
MLA Harsh Sandhvi donate X-ray machine: રાજય સરકાર દ્વારા નવી સિવિલ હોસ્પિટલના દાંત વિભાગને આપવામાં આવેલું રૂા.૧૮ લાખના ખર્ચે અદ્યતન ઓ. પી. જી. ડિઝીટલ એકસરે મશીનનું ધારાસભ્ય હર્ષ સંધવીએ ઉદ્દધાટન કર્યું હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, સિવિલમાં રોજના ૨૫થી વધુ દાંતના દર્દીઓને આ મશીન થકી અદ્યતન સારવાર ઉપલબ્ધ બનશે.

આ અવસરે ધારાસભ્યએ સિવિલના રેડિયોલોજી વિભાગને બે ડિઝીટલ એકસ-રે મશીન ખરીદવા માટે પોતાની ધારાસભ્યની ગ્રાંટ આપવા ની જાહેરાત કરી હતી. એક એકસ-રે મશીન અંદાજીત રૂા.૧૦ થી ૧૨ લાખની કિંમતનું મળે છે. હવે ધારાસભ્યની ગ્રાંટ મળવાથી સિવિલને બે નવા એકસ-રે મશીનો ઉપલબ્ધ થશે.

MLA Harsh Sandhvi donate X-ray machine surat news civil hospital

MLA Harsh Sandhvi donate X-ray machine: દાંત વિભાગને મળેલા અદ્યતન મશીનથકી દાંતના જડબાનો ચેપ, દાંતનો સડો, ડાપણ ડાધ, રૂટ કેનાલ, અકસ્માતના કિસ્સાઓમાં જડબાને થયેલી ઈજાઓનું ચોક્કસ નિદાન કરી સારવાર માટે આ મશીન અત્યંત ઉપયોગી બનશે. આ ઉપરાંત મ્યુકરમાઈકોસીસના દર્દીઓની સારવાર માટે આ મશીન આશીર્વાદ રૂપ બનશે.

આ પ્રસંગે મેડીકલ કોલેજના ડીન. ડો.ઋુતબરા મહેતા, સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ ડો.ગણેશ ગોલવેલકર, રેડિયોલોજી વિભાગના વડા ડો.પૂર્વી દેસાઈ, આર.એમ.ઓ. કેતન નાયક, ગુજરાત નર્સિગ કાઉન્સીગના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા, દિનેશ અગ્રવાલ ઉપસ્થિત રહ્યા હતા.

Whatsapp Join Banner Guj