Ganga swarupa anita ben

Mother India Anita shelke: ત્રણ બાળકોનો ઉછેર કરતા ‘મધર ઇન્ડિયા’ અનિતા શેલકે

Mother India Anita shelke: પતિના મૃત્યુ બાદ ઘરકામ કરી પોતાના પરિવારની જીવાદોરી સાબિત થતા અનિતાબેન શેલકે

  • Mother India Anita shelke: રાજ્ય સરકારની ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના’ અંતર્ગત દર મહિને રૂ.૧૨૫૦ની સહાય મળી રહી છે

અહેવાલ: પરેશ ટાપણીયા
સુરત, 10 મે:
Mother India Anita shelke: મહિલા અને બાળવિકાસ વિભાગ અંતર્ગત ચાલતી ‘ગંગા સ્વરૂપા આર્થિક યોજના’ હેઠળ જિલ્લાની હજારો મહિલાઓને પેન્શનરૂપી આર્થિક સહાય પુરી પાડવામાં આવી રહી છે. સુરત શહેરમાં રહેતા ૪૦ વર્ષીય અનિતાબેનને પણ રાજ્ય સરકારની આ યોજના અંતર્ગત દર મહિને બેંક ખાતામાં રૂ.૧૨૫૦ ની સીધી નાણાકીય સહાય મળી રહી છે.

મૂળ મહારાષ્ટ્રના બુલઢાના જિલ્લા અને હાલ સુરતના વેડરોડ વિસ્તારના ત્રિલોક સોસાયટીમાં રહેતા ૪૦ વર્ષીય લાભાર્થી અનિતાબેન સુનીલભાઈ શેલકે જણાવે છે કે, છ વર્ષ પહેલા ગંભીર બીમારીના કારણે મારા પતિ સુનિલભાઈનું મૃત્યુ થયું. જેથી મારા ઉપર ત્રણેય સંતાનોના ઉછેર તથા પરિવારના જીવન નિર્વાહ માટેની જવાબદારી આવી પડી.

Mother India Anita shelke

જેથી મારા ત્રણેય સંતાનો સાથે રોજગારી અર્થે ૨૦૧૬માં સુરત આવી. સુરત જેવા મોટા અને ખર્ચાળ શહેરમાં શરૂઆતના દિવસો મારા માટે ખુબ જ સધર્ષભર્યા રહ્યા હતા. અન્ય લોકોના ઘરે ઘરકામ કરીને મારા પરિવારનું ભરણપોષણ કરી રહી છું. એક સમયે પડોશીએ વાત કરી કે, ગુજરાત સરકાર દ્વારા નિરાધાર વિધવા મહિલાઓને પેન્શન મળે છે. જેથી મે ‘ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના’નું ફોર્મ ભરતા મને સહાય મળતી થઈ છે.

આ પણ વાંચો..Interview to fill notary vacancies: રાજ્યમાં નોટરીની કુલ 1,660 જગ્યાઓ ભરવા માટે આ તારીખથી ઇન્ટરવ્યુની પ્રક્રિયા શરૂ કરાશે

અનિતાબેન વધુમાં જણાવ્યું કે, (Mother India Anita shelke) રાજ્ય સરકારની આ યોજના દ્વારા મળતી સહાયથી ઘરના શાકભાજી, દુધ જેવા ખર્ચાઓની ચુકવણી કરૂ છું. ઘરના ખર્ચાઓ માટે આ સહાય મને ટેકા સ્વરૂપ સાબિત થઈ છે. આ સિવાય તેઓ ઘરકામ કરીને ત્રણેય સંતાનોના શિક્ષણ તથા નિર્વાહ માટે આકરી મહેનત કરી રહ્યા છે. તેમણે પોતાના સંઘર્ષપૂર્ણ જીવનને કેટલીક હદે નિરાડંબર કરતી ગંગા સ્વરૂપા આર્થિક યોજના માટે રાજ્ય સરકારનો આભાર માન્યો હતો.

અહી નોંધનીય છે કે,(Mother India Anita shelke) મહિલા અને બાળવિકાસ વિભાગની ગંગા સ્વરૂપા યોજના અંતર્ગત સુરત શહેર-જિલ્લાની ૬૯,૫૦૩ ગંગા સ્વરૂપા મહિલાઓને મહિને રૂા.૧૨૫૦ મળી રહ્યો છે. સુરત જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ૧૫મી મે સુધી કોઈ વિધવા મહિલા આ યોજનાથી વંચિત રહી ન જાય તે માટે ખાસ ઝુંબેશ શરૂ કરી છે. જેથી આવી મહિલાઓએ લાભ મેળવવા મામલતદાર કચેરી અથવા તલાટીનો સંપર્ક સાધીને લાભ મેળવી શકે છે.

Gujarati banner 01

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *