Night curfew extents: દિવાળી બાદ કોરોના કેસ વધતા ગુજરાતમાં રાત્રિ કર્ફ્યૂનો સમય ફરી લંબાવી શકે છે રાજ્ય સરકાર- વાંચો વિગત

Night curfew extents: શનિવારે શહેરમાં કોરોનાના 10 કેસ સામે આવ્યા. જેમાં દિવાળીમાં બહાર ફરીને આવેલા નાગરિકો પૈકી કેટલાક કોરોના પોઝિટિવ આવ્યા

ગાંધીનગર, 14 નવેમ્બરઃNight curfew extents: દિવાળીના તહેવારો બાદ રાજ્યભરમાં કોરોનાના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. કેસોમાં ઉછાળો આવતા કેસો વધ્યા તે મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂના સમયમાં પણ વધારો કરી શકાય છે.

કોરોનાના કેસમાં ઉછાળો આવતા હવે અમદાવાદ સહિતના મોટા શહેરોમાં ડોમ ઉભા કરી ફરી ટેસ્ટિંગ કરવામાં આવશે. સાથે જ RT-PCR ટેસ્ટમાં પણ વધારો કરવામાં આવી શકે છે. કોરોના વધુ વકરે નહીં તે માટે શહેરોમાં જાહેર સ્થળોએ સ્ક્રિનિંગ કરવા તથા બગીચા, બસ સ્ટેશન, એરપોર્ટ અને રેલવે સ્ટેશન સહિતના સ્થળોએ પણ સઘન ચેકિંગ કરવામાં આવશે. શનિવારે શહેરમાં કોરોનાના 10 કેસ સામે આવ્યા. જેમાં દિવાળીમાં બહાર ફરીને આવેલા નાગરિકો પૈકી કેટલાક કોરોના પોઝિટિવ આવ્યા હતા.

આ પણ વાંચોઃ happy children’s day: આજે પંડિત નેહરૂની જન્મ જયંતિ, વડાપ્રધાને પહેલા PMને આપી શ્રદ્ધાંજલિ

ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં ઇસનપુર વિસ્તાર બાદ હવે ચાંદખેડામાં પણ માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. ચાંદખેડાની સંપદ સોસાયટીને અમદાવાદ મ્યુનિસીપલ કોર્પોરેશન દ્વારા માઇક્રો કન્ટેટમેન્ટ ઝોન જાહેર કરાયો છે, જેમાં 20 મકાનોના 76 લોકોનો સમાવેશ થાય છે.

Whatsapp Join Banner Guj