school 1605808499 edited e1647265814271

હવે ધો.3થી 12ના વિદ્યાર્થીઓની પરીક્ષા વોટ્સએપનાં માધ્યમથી લેવાશે, શિક્ષણ વિભાગે જાહેર કર્યો નંબર- વાંચો રજીસ્ટ્રેશન વિશે સંપૂર્ણ મીહિતી

school 1605808499 edited

ગાંધીનગર, 21 જાન્યુઆરીઃ ધોરણ.૩થી ૧૨ના વિદ્યાર્થીઓ માટે શિક્ષણ વિભાગ દ્વારા વોટ્સઅપ બેઈઝડ કસોટી લેવાની સુવિધા ઉભી કરી છે. જેના માટે એક વોટ્સએપ નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે, જે નંબર પર વિદ્યાર્થીઓએ એક વખત રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. ત્યાર બાદ દર અઠવાડીયે વિદ્યાર્થી પોતાનુ સ્વ મુલ્યાંકન કરી શકશે.

Whatsapp Join Banner Guj

પ્રથમ તબક્કામાં આગામી ૨૩મી જાન્યુઆરીના રોજ ધોરણ.૩થી ૫ના વિદ્યાર્થીની કસોટી લેવામાં આવશે. ત્યાર બાદ દર અઠવાડિયે આ કસોટી લેવાશે. ૨૩મી જાન્યુઆરીએ યોજાનારી વોટ્સએપ બેઈઝડ સપ્તાહ કસોટી દુરદર્શન કેન્દ્ર પરથી પ્રસારિત થતાં ધોરણ.૩થી ૮ના વિષય વસ્તુ આધારીત અને ધોરણ.૯થી ૧૨ માટે ગુજરાત વર્ચ્યુઅલ શાળાના લાઈવ ક્લાસિસના વિષય વસ્તુ આધારીત બહુવિકલ્પી પ્રકારના પ્રશ્નો પુછવામાં આવશે. વોટ્સએપ પર પ્રશ્નોના જવાબ આપ્યા બાદ તરત જ તેનું પરિણામ આવી જશે.

રજીસ્ટ્રેશન માટે શિક્ષણ વિભાગે જાહેર કરેલ ‘8595524523’ નંબર વિદ્યાર્થીઓએ સેવ કરી ફ્ક્ત હેલો લખશે તો ક્વિક રિપ્લાય મળશે. ત્યારબાદ વિદ્યાર્થીએ શાળાનો યુડાયસ કોડ લખીને મોકલવાનો રહેશે. જેથી સામેથી રિપ્લાયમાં સ્કૂલની વિગતો આવશે. ત્યારબાદ વિદ્યાર્થીએ પોતાની ધોરણની વિગતો આપવાની રહેશે.

GEL ADVT Banner

ત્યાર બાદ નામની ખરાઈ કરતા નોંધણી થઈ હોવાનો રિપ્લાય આવશે. ત્યારબાદ વિદ્યાર્થી વોટ્સએપ પર પરીક્ષા આપી શકશે. ૧૦ પ્રશ્નોના જવાબ આપી દીધા બાદ તરત જ તેનું પરિણામ આવી જશે અને સાચા જવાબની એક ફઈલ પણ મોકલાશે. જેમાં વિદ્યાર્થીને કચાશ જણાશે તે મુદ્દાની લીંક પણ મોકલાશે.

આ પણ વાંચો…

ઉત્તરાયણની ઉજવણી બાદ કોરોના કેસમાં ઘટાડો, તંત્રએ લીધો રાહતનો શ્વાસ, નવા 490 કેસ સામે 707 દર્દી સાજા થયા