Organ donation of Braindead Kalubhai

Organ donation of Braindead Kalubhai: અંગદાનમાં મળેલી ૨ કિડની થી ૨ જરૂરિયાતમંદના જીવનમાં ઉજાસ પથરાયો

Organ donation of Braindead Kalubhai: ૨૮ વર્ષીય બ્રેઇનડેડ કાળુભાઇના અંગદાનમાં મળેલી ૨ કિડની થી ૨ જરૂરિયાતમંદના જીવનમાં ઉજાસ પથરાયો

  • Organ donation of Braindead Kalubhai: સિવિલ હોસ્પિટલમાં અંગદાનથી ૧૫ મહિનામાં ૧૨૨ વ્યક્તિઓને નવજીવન મળ્યું – ડૉ. રાકેશ જોષી

અહેવાલ: અમિતસિંહ ચૌહાણ
અમદાવાદ, 28 માર્ચ:
Organ donation of Braindead Kalubhai: અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૪૬ મું અંગદાન થયું છે.અમદાવાદ જિલ્લાના બાવળાના રહેવાસી કાળુભાઇ કોળી પટેલનું ૨૫ મી માર્ચના રોજ માર્ગ અકસ્માત થયું હતુ.માર્ગ અકસ્માતમાં માથાના ભાગમાં ગંભીર પ્રકારની ઇજા થતા તેઓને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા.

સારવાર દરમિયાના બે દિવસ જીંદગી અને મોત વચ્ચે ઝઝુમ્યા.પંરતુ આખરે જીવન હાર્યું. કાળુભાઇને તબીબો દ્વારા બ્રેઇનડેડ જાહેર કરવામાં આવતા સિવિલ હોસ્પિટલની SOTTO (State Organ and Tissue , Transplant Organisation) દ્વારા તેમના પરિવારજનોને અંગદાન અંગેની જાગૃતિ આપીને વિગતવાર સમજાવવામાં આવ્યું. પરિવારજનો અંગદાનનું મહત્વ સમજીને કાળુભાઇના અંગોનું દાન કરવા તૈયાર થયા.

સિવિલ હોસ્પિટલની SOTTO ની ટીમ દ્વારા કાળુભાઇના બ્રેઇનડેડ દેહને રીટ્રાઇવલ (Organ donation of Braindead Kalubhai) સેન્ટરમાં લઇ જવામાં આવ્યા.સમગ્ર ટીમ દ્વારા ૫ થી ૬ કલાકની જહેમતના અંતે બે કિડનીનું દાન મેળવવામાં સફળતા મળી. અંગદાતા દ્વારા અંગદાનમાં મળેલ બે કિડનીને સિવિલ મેડિસીટીમાં જ આવેલી કિડની હોસ્પિટલમાં જરૂરિયાતમંદ દર્દીમાં પ્રત્યારોપણ કરવા મોકલી આપવામાં આવી.

આ પણ વાંચો..Husband killed his wife with daughter: ગોધરામાં પતિએ 3 દિવસ બાદ ઘરે આવેલી પત્ની અને પુત્રીની હત્યા કરી- વાંચો વિગત

SOTTO ના કન્વીનર ડૉ. પ્રાંજલ મોદી અને તેમની ટીમ દ્વારા સમગ્ર પ્રત્યારોપણ ની પ્રક્રિયા હાથ ધરીને બે જરૂરિયાતમંદ પીડિત દર્દીઓને નવીન કિડનીનું પ્રત્યારોપણ કરીને નવજીવન આપવામાં આવ્યું.

સિવિલ હોસ્પિટલમાં અત્યારસુધીમાં થયેલ કુલ અંગદાનની વિગતો આપતા સિવિલ સુપ્રીટેન્ડન્ટ ડૉ.રાકેશ જોષીએ કહ્યું હતુ કે, ડિસેમ્બર મહિનામાં સિવિલ હોસ્પિટલમાં અંગોના રીટ્રાઇવલ માટે રીટ્રાઇવલ સેન્ટર કાર્યરત કરવામાં આવ્યું હતુ. ૧૫ મહિનાના અંતે અમારી SOTTO ની ટીમના અથાગ પરિશ્રમ થી ૪૬ બ્રેઇનડેડ વ્યક્તિઓના અંગદાન મેળવવામાં સફળતા મળી છે.

Organ donation of Braindead Kalubhai: અંગદાનમાં મળેલા ૧૩૮ અંગો જેમાં ૭૧ કિડની, ૩૯ લીવર, ૫ સ્વાદુપિંડ, ૭ હ્યદય, ૪ હાથ અને ૬ ફેફસા અને ૪૪ કોર્નિયાનો સમાવેશ થાય છે તેને ૧૨૨ જરૂરિયાતમંદ – પીડિત દર્દીઓમાં પ્રત્યારોપણ કરીને દર્દીઓને નવજીવન આપ્યું છે.

Gujarati banner 01