modi 9

વીડિયો કોન્ફોન્સ દ્વારા વડાપ્રધાને કરાવ્યો મહાઅભિયાનનો પ્રારંભ, વેક્સીન પછી પણ સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક જરૂરી, અફવાઓથી બચવાનું PM મોદીએ આપ્યુ સૂચન

modi 9

નવી દિલ્હી, 16 જાન્યુઆરીઃ આજથી દેશમાં કોરોના વાયરસના જંગ સામે વિશ્વનું સૌથી મોટું રસીકરણ અભિયાન શરૂ થઈ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી થોડીવારમાં વીડિયો કોન્ફરન્સના માધ્યમથી આ મહાઅભિયાનનો પ્રારંભકરાવી રહ્યા છે. આ માટે હાલ 3,006 કેન્દ્રો તૈયાર કરાયા છે. જેમાં આજે પહેલા દિવસે ત્રણ લાખ છસ્‍સો સ્વાસ્થ્યકર્મીઓને રસી અપાશે. સરકારે 10.65 કરોડ ડોઝ વિવિધ રાજયોને મોકલ્યા છે. કોરોના સંકટ વચ્ચે ભારતમાં શનિવારે કોરોના રસીનું મહાઅભિયાન શરૂ થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે રસીકરણનો પ્રારંભ કરાવશે. રસીકરણને લઈને તેમને ટ્વીટ પણ કરી જણાવ્યું હતું કે 16 જાન્યુઆરી સવારે 10.30 વાગે દેશમાં કોવિડ-19 રસીકરણ અભિયાન શરૂ થશે. આ અભિયાનની સાથે જ પીએમ મોદીએ CoWIN એપ પણ લોન્ચ કરશે.

લોકોને સંબોધન કરતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આ પ્રકારનું રસીકરણ અભિયાન અને આટલા મોટા પાયે ઇતિહાસમાં ક્યારેય હાથ ધરવામાં આવ્યું નથી. વિશ્વના 100થી વધુ દેશો એવાં છે, જેની વસ્તી 3 કરોડથી ઓછી છે, અને ભારત રસીકરણના તેના પ્રથમ તબક્કામાં 3 કરોડ લોકોને રસી આપે છે. બીજા તબક્કામાં આપણે તેને 30 કરોડની સંખ્યામાં લઈ જવું પડશે. વૃદ્ધ લોકો, જેઓ ગંભીર બિમારીથી પીડાઈ રહ્યા છે, તેઓને આ તબક્કે રસી આપવામાં આવશે. તમે કલ્પના કરી શકો છો, 300 કરોડની વસ્તીથી ઉપરના વિશ્વમાં ફક્ત ત્રણ જ દેશો છે – ભારત, ચીન અને અમેરિકા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વેક્સિનેશન કાર્યક્રમનો શુભારંભ કરાવતા કહ્યું છે કે, આજના દિવસની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી. કોરોનાની વેક્સીન આવી ગઈ છે, પીએમ મોદીએ કહ્યું કે વેક્સીન બનાવનાર વૈજ્ઞાનિકોએ અથાક પરિશ્રમ કર્યો છે. ન તો કોઈ તહેવારની ચિંતા કરી ન તો ઘરે રજા લઈને ગયા. આજના દિવસને લઈને પીએમ મોદીએ રાષ્ટ્રકવિ દિનકરને પણ યાદ કરતા કહ્યું કે આવા જ દિવસ માટે રાષ્ટ્ર કવિ દિનકરે કહ્યું છે કે માનવ જયારે જોર લગાવે છે ત્યારે પથ્થર પણ પાણી બની જાય છે.

Whatsapp Join Banner Guj

પીએમ મોદીએ કહ્યું કે હું એ વાત ફરી યાદ અપાવવા મંગુ છું કે કોરોના વેક્સિનના 2 ડોઝ લેવા અત્યંત જરૂરી છે. પીએમ મોદીએ જનતાને અપીલ કરતા કહ્યું કે બંને ડોઝ અચૂક લગાવડાવો. એક ડોઝ લગાવ્યા બાદ ભૂલી ન જતા. પીએમ મોદીએ કહ્યું કે પહેલા અને બીજા ડોઝની વચ્ચે લગભગ એક મહિનાનો અંતરાલ પણ રાખવામાં આવશે તેને પણ ધ્યાનમાં રાખો. બીજો ડોઝ લાગવ્યાના 2 સપ્તાહ બાદ તમારા શરીરમાં કોરોના સામે લાડવા માટે જરૂરી શક્તિ ઉભી થઇ જશે. સાથે સાથે, જેવી ધીરજ તમે કોરોના કાળ દરમ્યાન દર્શાવ્યો હતો, તેવું જ ધૈર્ય તમે વેક્સિનેશનના સમયે પણ દર્શાવજો. પીએમ મોદીએ કહ્યું કે વેક્સિનેશન બાદ પણ સામાજિક અંતર અને માસ્ક જરૂરી છે.

પીએમ મોદીએ કહ્યું કે આજે તે વૈજ્ઞાનિકો, વેક્સીન રિસર્ચ સાથે જોડાયેલા તમામ લોકો ખાસ પ્રસંશાને પાત્ર છે. જે ગત અનેક મહિનાથી કોરોના સામે વેક્સીન બનાવવામાં લાગેલા છે. સામાન્ય રીતે વેક્સીન બનાવવા માટે વર્ષોના વર્ષો વીતી જાય છે.

ઉલ્લેખનીય છે કે, વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા રસીકરણની શરૂઆત કર્યા બાદ પીએમ મોદી વેક્સીન લગાવનાર હેલ્થ વર્કર્સ સાથે વાત પણ કરશે. આ વાતચીતને દેશના 3006 વેક્સીન સેન્ટર પર પણ લોકો જોઈ શકશે. રસીકરણ અભિયાનના પહેલા જ દિવસે લગભગ 3 લાખ હેઠલવર્કર્સને વેક્સીન આપવામાં આવશે. એટલે કે દેશના તમામ વેક્સીન સેન્ટર્સ પર 100 લાભાર્થીઓને રસી આપવામાં આવશે. રસીકરણનો સમય સવારે 9 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધીનો છે. કોવિડ-19 મહામારી, વેક્સીન રોલઆઉટ અને કો-વિન સોફ્ટવેરને લગતા સવાલો માટે હેલ્પલાઇન 1075 પણ શરૂ કરવામાં આવી છે.

આ દરમ્યાન દેશના વૈજ્ઞાનિકોનું નિવેદન પણ સામે આવ્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે અમે ડોક્ટરો, વૈગ્યાયકો અને તબીબી કર્મચારીઓનો એવો વર્ગ છીએ જે ભારતમાં વૈજ્ઞાનિક સંશોધનને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ છીએ. આપણે આત્મનિર્ભર થવાની સાથે સાથે ટેક્નોલોજી અને વૈજ્ઞાનિક ઉત્પાદનોના નિકાસ માટે વૈશ્વિક અગ્રણી તરીકે આગળ આવી રહ્યા છીએ. સાથે જ વેક્સિનને લઈને કરવામાં આવેલા નિવેદનોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો.

જયપુરની સવાઈ માનસિંહ મેડિકલ કોલેજના પ્રિન્સિપાલ સુધિર ભંડારી રાજસ્થાનમાં કોરોનાની રસી લેનારા સૌપ્રથમ વ્યક્તિ બનશે જ્યારે મધ્ય પ્રદેશમાં હોસ્પિટલના એક સિક્યોરિટી ગાર્ડ અને એક એટેન્ડરને સૌપ્રથમ રસી અપાશે. વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે દેશમાં કોરોના સામેની લડાઈમાં શનિવારથી નિર્ણાયક તબક્કો શરૂ થશે. સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને જણાવ્યું હતું કે દેશમાં શનિવારનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે. કોરોના મહામારી વિરુદ્ધની લડાઈનો આ અંતિમ તબક્કો છે. હું તો કહું છું કે આ કોરોનાના અંતની શરૂઆત છે, જે શનિવારથી શરૂ થઈ રહી છે.

Whatsapp Join Banner Guj

ભારતમાં શરૂ થનારું કોરોના રસીકરણ અભિયાન વિશ્વનું સૌથી મોટું રસીકરણ અભિયાન હશે. આ અભિયાન માટે કેન્દ્ર સરકારે બધી જ તૈયારીઓ કરી લીધી છે. જોકે, આ સમયે સ્વાસ્થ્ય મંત્રીએ ચેતવણી આપી હતી કે દેશમાં કોરોના મહામારી નિયંત્રણમાં આવી ગઈ છે અને રસીકરણ અભિયાન શરૂ થવા છતાં લોકોએ માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવા જેવી માર્ગદર્શિકાઓનું પાલન કરવાનું ચાલુ રાખવું પડશે. તેમાં કોઈપણ પ્રકારની ઢીલાશ નહીં ચાલે.

આ પણ વાંચો…

મહાઅભિયાન: વેક્સિનેશનની સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરતા 1થી દોઢ કલાકનો સમય લાગે છે! વાંચો- કેવી રીતે ચાલશે રસીકરણની પ્રક્રિયા વિશે સંપૂર્ણ અહેવાલ