ગર્વની વાતઃ ગુજરાતના આ 19 જવાનો અને પોલીસ અધિકારીઓને રાષ્ટ્રપતિના હાથે મળશે મેડલ, નામ થયા જાહેર

અમદાવાદ, 25 જાન્યુઆરીઃ ગુજરાતવાસીઓ માટે ગર્વના સમાચાર છે. જી, હાં પ્રજાસત્તાક પર્વ પર ગુજરાતના કુલ 19 પોલીસ કર્મચારીઓને રાષ્ટ્રપતિ ચંદ્રક જાહેર કરવામાં આવ્યા છે. કુલ 19 પૈકી 2 મેડલ વિશિષ્ટ સેવા પોલીસ મેડલ તેમજ 17 પ્રશંસનીય સેવા અંગેના મેડલનો સમાવેશ થાય છે. આઇજીપી અર્ચના શિવહરે તેમજ આઇજી પી.જે.આર મોથલિયાને રાષ્ટ્રપતિ ચંદ્રક જાહેર થયા.

Whatsapp Join Banner Guj

આ ઉપરાંત ડીવાયએસપી આર.કે. પટેલ, આર. આર. સરવૈયા, ભરત માલી, વિક્રમ ઉલવા, રાજેશ બારડ અને કે.પી. પટેલની પણ પસંદગી થઇ છે, તદુપરાંત પીઆઇ બી એન શાહ, કે.જે. ચાંદના, હિતેન્દ્રસિંહ ગઢવી તેમજ કે આર પટેલને પણ રાષ્ટ્રપતિ ચંદ્રક આપવમાં આવશે.
આ પણ વાંચો….

જાણો યૌન શોષણ મામલે બોમ્બે હાઈકોર્ટની નવી વ્યાખ્યાઃ જ્યાં સુધી સ્કિન ટૂ સ્કિન ટચ ન થાય, ત્યાં સુધી યૌન શોષણ માની શકાય નહીં !