રામદેવ બાબા

બાબા રામદેવએ પોતાના નાના ભાઇ રામ ભરતને બનાવ્યાં કંપનીના એમ.ડી, તેમનો વાર્ષિક પગાર જાણીને થશે આશ્ચર્ય

રામદેવ બાબા

અમદાવાદ, 01 ડિસેમ્બરઃ યોગગુરુ બાબા રામદેવે તાજેતરમાં જ પોતાની મોટી કંપનીના એમડી પદની જવાબદારી રામ ભરતને સોંપી છે. આ પદવી આપવા કરતા વધારે તેઓ તેમના પગારને લઇને હાલ તેઓ ચર્ચામાં આવી ગયા છે. બાબા રામદેવે જેમાં તેમનો વાર્ષિક પગાર લાખો, કરોડો નહીં પરંતુ વાર્ષિક 1 રૂપિયો નક્કી કરવામાં આવ્યો છે. આ કંપનીનું નામ રૂચિ સોયા છે.

ન્યુટ્રેલા ફૂડ બ્રાન્ડ વેચતી સોયા ફૂડ કંપની રૂચિ સોયાને પતંજલિ ગ્રુપ દ્વારા ગયા વર્ષે 4,350 કરોડ રૂપિયામાં ખરીદી હતી. આ કંપનીમાં બાબા રામદેવે તેમના નાના ભાઈ રામ ભરતને બોર્ડમાં સ્થાન જ નથી આપ્યું, પરંતુ તેમને કંપનીના મેનેજિંગ ડિરેક્ટર પણ બનાવ્યા છે.

whatsapp banner 1

આ સોયા કંપનીએ તેના શેરધારકોને નોટિસ ફટકારીને રામ ભારતની મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિયુક્તિ માટે મંજૂરી માંગી હતી. આ કંપનીમાં બાબા રામદેવ ડિરેક્ટર પદ પણ ધરાવે છે. રસપ્રદ વાત એ છે કે બાબા રામદેવના ભાઈ રામ ભરતના પગારની છે. તેમને વાર્ષિક પગાર ફક્ત 1 રૂપિયા આપવામાં આવશે.

માત્ર આટલો પગાર લેનારા કારણે રામ ભરત ચર્ચામાં રહ્યા છે. કહેવામાં આવે છે કે સીધા અને સરળ સ્વભાવના રામ ભરત વ્યાપાર, કુશળ અને તીક્ષ્ણ બુદ્ધિથી સમૃદ્ધ છે. તેઓ અંગ્રેજી ભાષા પર ખૂબ સારું પ્રભત્વ ધરાવે છે અને તેઓ સામાજિક કાર્યમાં પણ આગળ પડતો રસ ધરાવે છે.