co win 1613622158

18 વર્ષથી ઉપરના તમામ લોકોને ઓનલાઇન રજીસ્ટ્રેશન વગર વેક્સિન નહીં આપવામાં આવે- જાણો ઓનલાઇન રજીસ્ટ્રેશન(registration for vaccine) કરવા માટેની વિગતો…

નવી દિલ્હી, 26 એપ્રિલઃ કોરોના વાયરસ માટેની રસીકરણની પ્રક્રિયા સમગ્ર દેશમાં ચાલી રહી છે. પહેલા ડોક્ટર્સ બાદ સૈનિક અને પોલીસ દળ ત્યાર બાદ સિનિયર સિટિજન અને 45 વર્ષથી વધુ વયના લોકોનું ટીકાકરણ ચાલી રહ્યું છે. કેન્દ્ર સરકારે જાહેરાત કરી છે કે પહેલી મેના રોજથી 18 વર્ષથી ઉપરના લોકોને રસી આપવાની પ્રક્રિયા શરુ થશે. પરંતુ હવે તે લોકોને જ રસી મળશે જેણે ઓનલાઇન રજીસ્ટ્રેશન(registration for vaccine) કરાવ્યુ હશે. તો આવો જાણીએ ઓનલાઇન રજીસ્ટ્રેશન(registration for vaccine) કરવા માટેની વિગત વિશે….

registration for vaccine

વેક્સિન ના રજિસ્ટ્રેશન(registration for vaccine) માટે ના સ્ટેપ નીચે મુજબ:

  • 18 વર્ષ થી વધુ વયના તમામ વેક્સિનેશન માટે રજિસ્ટ્રેશન(registration for vaccine) 28 એપ્રિલથી શરૂ થશે.
  • https://selfregistration.cowin.gov.in
  • તમારો મોબાઈલ નંબર આપીને ગેટ OTP પર ક્લિક કરો.
  • તમારા મોબાઈલ નંબર પર OTP આવશે, જે 180 સેકન્ડમાં સબમિટ કરવાનો રહેશે.
  • OTP સબમિટ કરતા જ નવું પેજ ખુલશે, જેમાં તમારી વિગતો ભરવાની રહેશે.
  • ફોટો આઇડી માટે આધાર ઉપરાંત ડ્રાઇવિંગ લાઇસન્સ, પાનકાર્ડ, પાસપોર્ટ, પેન્શન પાસબુક, એનપીઆર સ્માર્ટ કાર્ડ કે વોટર આઇડી પણ માન્ય રહેશે.
registration for vaccine
  • તેમાંથી કોઈ એક વિકલ્પ પસંદ કરી આઇડી નંબર આપો.
  • નામ, જાતિ, જન્મ તારીખ જણાવવાની રહેશે.
  • ત્યારબાદ નજીકનું કોવિડ વેક્સિનેશન સેન્ટર પસંદ કરવાનો વિકલ્પ મળશે.
  • સેન્ટર સિલેક્ટ કર્યા બાદ તમને અનુકૂળ સમય નો સ્લોટ પસંદ કરી શકો છો.

આ પણ વાંચો….

મોદી સરકારની ટીકા કરનારને ભાજપ સાંસદના પતિ(anupam kher)એ આપ્યો આવો જવાબ..