presh dhanani amit chavada

મોટા સમાચારઃ ચૂંટણીના પરિણામ જાહેર થતા જ કોંગ્રેસના અમિત ચાવડા અને પરેશ ધાનાણીએ આપી દીધું રાજીનામું (Resignation)

Resignation

ગાંધીનગર, 02 માર્ચઃ ગુજરાતની જિલ્લા પંચાયત, નગર પાલિકા અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસનો કારમો રકાસ થયો છે. રાજ્યની જનતાએ કોંગ્રેસને જાકારો આપ્યો છે. ત્યારે આ વચ્ચે ગુજરાત કોંગ્રેસમાંથી ચોંકાવનારા અહેવાલો સામે આવ્યા છે. જેમાં કોંગ્રેસના બે નેતાઓએ હાર સ્વિકારીને રાજીનામું(Resignation) આપ્યું છે. અમિત ચાવડા અને પરેશ ધાનાણીએ રાજીનામું આપ્યું છે. તેઓ ચૂ્ંટણીમાં હારની જવાબદારી સ્વીકારી છે. કોંગ્રેસ હાઇકમાન્ડને તેઓએ રાજીનામાં મોકલ્યાં છે.તેવામાં કોંગ્રેસના દિગ્ગજ નેતા પરેશ ધાનાણી અને અમિત ચાવડાએ હારની જવાબદારી સ્વીકારી છે. આ સાથે જ તેમણે રાજીનામુ આપવાની જાહેરાત કરી છે.

Whatsapp Join Banner Guj

ખેડબ્રહ્મા કોંગ્રેસના ધારાસભ્ય અશ્વિન કોટવાલના પુત્ર યશ કોટવાલની વિજયનગર તાલુકા પંચાયતમાંથી હાર થઇ છે. સોજીત્રા કોંગ્રેસ ધારાસભ્ય પૂનમભાઈ પરમારના પુત્રની તારાપુર તાલુકા પંચાયતની મોરજ બેઠક પરથી હાર થઇ છે. ખંભાળિયાના કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમના પુત્ર કરણ માડમનો દ્વારકા જિલ્લા પંચાયતની 19 સોજિત્રા બેઠક પર પરાજય થયો છે.

Whatsapp Join Banner Guj

કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામા (Resignation) મોકલ્યા છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જે રીતે કોંગ્રેસે એક પછી એક જે રીતે હારનો સામનો કરવો પડી રહ્યો છે તેને જોતાં આ રાજીનામા પડ્યા છે. હાલની ચૂંટણીમાં ભાજપે 2010નું પુનરાવર્તન કર્યું છે. 2010માં ભાજપ 30 જિલ્લા પંચાયત જીત્યો હતો. જ્યારે એક અન્યને મળી હતી. વિધાનસભામાં વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીના મત વિસ્તાર અમરેલીમાં પણ ભાજપ જીત તરફ છે. જ્યારે કોંગ્રેસનો રકાસ થયો છે. જ્યારે આણંદ, અમરેલી, સાબરકાંઠા, જામનગર જિલ્લા પંચાયતમાં પણ કોંગ્રેસ પરાજય તરફ છે. આમ કોંગ્રેસના દિગ્ગજો એવા ધાનાણી, અમિત ચાવડા, ભરતસિંહ, અશ્વિન કોટવાલ અને વિક્રમ માડમના ગઢમાં ગાબડાંઓ પડ્યા છે.

આ પણ વાંચો….

સ્વાસ્થ્યમંત્રી(health minister) હર્ષવર્ધને રસી લેનારા લોકોને કરી અપીલઃ સક્ષમ હોય તો પૈસા આપીને રસી લો…!