Sajjad BSF arrest

Sajjad BSF arrest: બી.એસ.એફ.ની અતિ ગુપ્ત અને સંવેદનશીલ માહીતી પોતાના મોબાઇલ મારફતે પડોશી દુશ્મન દેશમાં મોકલનારને ATSએ ઝડપી લીધો

Sajjad BSF arrest: આમ મજકુરે આ ફોન ઉપર 010 મેળવી પાકીસ્તાનમા આ ૦010 મોકલી વોટ્સએપ ચાલુ કરાવી તેના ઉપર ગુપ્ત માહીતી પોહચાડતો હતો. આ નંબર પર હાલમા પણ વોટ્એપ ચાલુ છે. તે પાકીસ્તાનમા કોઇ ઇસમ વાપરે છે. અને સજ્જાદ સાથે સંપર્કમાં છે.

અમદાવાદ, 25 ઓક્ટોબરઃ Sajjad BSF arrest: એ.ટી.એસ.ના અધિકારીઓને આધારભુત અને વિશ્વસનીય સુત્રો તરફથી હકીકત બાતમી મળેલ કે સજ્જાદ 5/0 મોહમંદ ઇમ્તીયાઝ રહે.મુળ ગામ-સરૂલા તા.મંજાકોટ જી.રાજૌરી, જમ્મુ કાશ્મીરવાળો કે જે હાલમાં બી.એસ.એફ.બટાલીયન ૭૪ માં “એ” કંપનીમાં ગાંધીધામ કચ્છ ખાતે ફરજ બજાવે છે. તે બી.એસ.એફ.ની અતિ ગુપ્ત અને સંવેદનશીલ માહીતી પોતાના મોબાઇલ મારફતે પડોશી દુશ્મન દેશમાં મોકલે છે. અને તેના બદલામા પૈસા મેળવી દેશ વિરોધી પ્રવૃત્તી આચરી રહેલ છે.

જે બાતમી અંગે એ.ટી.એસ.ના એસ.પી. ઇમ્તીયાઝ શેખ, ના.પો.અધીક્ષક બલવંતસીંહ ચાવડા તથા પો.ઇન્સ. વી.બી.પટેલે ગુપ્ત ઇન્કવાયરી કરતા આ સજ્જાદ સને ૨૦૧૨ મા બી.એસ.એફ.મા કોન્સ્ટેબલ(Sajjad BSF arrest) તરીકે ભરતી થઈ જુલાઇ/૨૦૨૧ થી ગાંધીધામ ખાતે બટાલીયન ૭૪ ની “એ” કંપનીમાં ફરજ બજાવે છે. મજકુરના મોબાઇલ નંબર ૯૬૮૨૩-૨૩૯૦૩ નુ કેફ મંગાવી ખરાઇ કરતા તે તેના નામે જ છે અને જેમા તેણે
આઇ.ડી.પ્રુફ તરીકે તેનુ આધાર કાર્ડ આપેલ જેમા તેની જન્મ તારીખ ૦૧/૦૧/૧૯૯૨ ની દર્શાવેલ હતી.

મજકુરે ૨.0.૦. જમ્મુ ખાતેથી તેના નામનો ભારતીય પાસપોર્ટ નંબર પ–9358314 નો કઢાવેલ, જેમા તેણે જન્મ તારીખ અંગે એફીડેવીટ કરેલ હતી. જેમા તેણે તેની જન્મ તારીખ ૩૦/૦૧/૧૯૮૫ દર્શાવેલ હતી.

આ પણ વાંચોઃ 67th national film award: કંગનાને બેસ્ટ એક્ટ્રેસ, મનોજ બાજપેયી બેસ્ટ એક્ટર, અને છિછોરે ફિલ્મ એવોર્ડથી સન્માનિત- વાંચો વિગત

આ પાસપોર્ટ દ્વારા તેણે તારીખ ૦૧/૧૨/૨૦૨૧૧ ના રોજ અટારી રેલ્વે સ્ટેશનથી સમજૌતા એક્ષપ્રેસ દ્વારા પાકીસ્તાનની મુસાફરી કરેલ હતી. અને પાકીસ્તાન ખાતે તા.૦૧/૧૨/૨૦૧૧ થી તા.૧૬/૦૧/૨૦૧૨ સુધી ૪૬ દિવસ રોકાયેલ હતો.

મજકુર બીજો ફોન નંબર ૯૬૨૨૭ ૬૮૩૦૧ નો પણ વાપરતો હતો. જેનો સી.ડી.આર. જોતા તે જે ફોનમા વપરાતુ હતુ તેના ।1ળદા જોતા તારીખ ૧૪-૧૫/૦૧/૨૦૨૧ દરમ્યાન આ ફોનમાં ૮૨૫૯૯ ૪૧૬૬૯ નુ કાર્ડ વપરાયેલ હતુ.

આ સીમ સત્યગોપાલ ધોષ રહે. ઇન્દ્રનગર, ત્રિપુરાના નામે નોંધાયેલ હતુ. જેનો સી.ડી.આર. જોતા આ સીમકાર્ડ તારીખ ૦૭/૧૧/૨૦૨૦ ના રોજ એક્ટીવ થયેલ હતુ. અને તેમા કંપનીના ૦૨ કોલ આવેલ હતા. અને તે તારીખ ૦૭-૦૮-૦૯/૧૧/૨૦૨૦ દરમ્યાન ઉપરોક્ત ફોનમા એક્ટીવ હતુ. તારીખ ૧૦/૧૧/૨૦૨૦ થી ૨૫/૧૨/૨૦૨૦ સુધી બંધ હતુ. અને ૨૬/૧૨/૨૦૨૦ થી એક્ટીવ થયેલ હતુ. તારીખ ૧૫/૦૧/૨૦૨૧ ના રોજ આ સીમ એક્ટીવ થયેલ અને તેમા ૧૨:૩૮:૫૧ વાગે એક 5005 પડેલ. જે વોટ્સએપનો ૦19 આવેલાનુ જણાયેલ. અને ત્યાર બાદથી આ ફોન બંધ છે.

આ પણ વાંચોઃ Medical College in UP: વડાપ્રધાને UP ખાતે 9 ચિકિત્સા મહાવિદ્યાલયોનું કર્યું ઉદ્ઘાટન, CM યોગીએ PM મોદીને બુદ્ધની એક પ્રતિમા ભેટમાં આપી

આમ મજકુરે આ ફોન ઉપર 010 મેળવી પાકીસ્તાનમા આ ૦010 મોકલી વોટ્સએપ ચાલુ કરાવી તેના ઉપર ગુપ્ત માહીતી પોહચાડતો હતો. આ નંબર પર હાલમા પણ વોટ્એપ ચાલુ છે. તે પાકીસ્તાનમા કોઇ ઇસમ વાપરે છે. અને સજ્જાદ સાથે સંપર્કમાં છે.

આ સજ્જાદ ગુપ્ત માહીતી બદલ તેના ભાઇ વાજીદ તથા તેની સાથે નોકરી કરતા મિત્ર ઇકબાલ રશીદના ખાતામા પૈસા જમા કરાવી મેળવતો હતો. ઉપરોક્ત અધીકારીઓએ આજરોજ ભુજ બી.એસ.એફ. સ્ટેશન હેડ ક્વાર્ટરમાં જઈ મજકુર(Sajjad BSF arrest)ને ઝડપી લીધેલ છે. તેની ઝડતી કરતા તેની પાસેથી કુલ બે મોબાઇલ સીમાકાર્ડ સાથેના તથા વધારાના બે સીમાકાર્ડ મળી આવેલ છે, જે પંચો રૂબરૂ કબ્જે કરેલ છે.
આગળની કાર્યવાહી ચાલુ છે.

Whatsapp Join Banner Guj