School

shortage of teachers in Abdasa taluka: અબડાસા તાલુકામાં 950 શિક્ષકોની ઘટ છતાંય 50 શિક્ષકો બદલી કરાવી ચાલ્યા ગયા

shortage of teachers in Abdasa taluka: તાલુકા કચેરીમાં સ્ટાફ ન હોતા વધારાની જવાબદારી શિક્ષકોના માથે થોપી દેવાઇ તાલુકા શિક્ષણ કચેરીમાં હાલમાં એકપણ કાયમી કર્મચારી નથી.

કચ્છ, 21 માર્ચ: shortage of teachers in Abdasa taluka: એકતરફ ગુજરાત સરકાર અને ભાજપના નેતાઓ ભાર વિનાના ભણતરની વાતો કરે છે અને બાળકોને દેશનું ભવિષ્ય ગણાવી અવારનવાર કાર્યક્રમો યોજી ખોટી વાહવાહી લૂંટવામાં આવતી હોય છે ત્યારે છેવાડાના અબડાસા તાલુકામાં ભણતર અંગેની વરવી વાસ્તવિકતા સામે આવી છે. કારણકે તાલુકાની કુલ 170 શાળાઓમાં 320 જેટલા માસ્તરોની ઘટ છે. છતાંય સબ સલામતની આલબેલ પોકારી તંત્ર ગુણવતા યુક્ત શિક્ષણના ગીત ગાવામાં મશગુલ છે.

અબડાસા તાલુકામાં અંતરીયાળ અને દુર્ગમ વિસ્તારો મળી (shortage of teachers in Abdasa taluka) કુલ 170 શાળાઓમાં 950 શિક્ષકોની જરૂરિયાત છે.તેની સામે માત્ર 680 શિક્ષક હતા તેમાંય 50 જેટલા શિક્ષકો પોતાની બદલી કરાવી જતા હવે 320 શિક્ષકોની ઘટ જોવા મળી રહી છે. વક્રતા એ છે કે,ઘણી શાળાઓમાં માત્ર 1 જ શિક્ષક છે. જેથી તેઓ ભણાવે કે સરકારી વિગતો પુરી કરે તે સવાલ ઉઠ્યો છે. જેની સીધી અસર ભણતર પર પડે છે.જેના કારણે આ વિસ્તારમાં શિક્ષણનું સ્તર નીચું રહ્યું છે.

તાલુકા કચેરીમાં સ્ટાફ ન હોતા વધારાની જવાબદારી શિક્ષકોના માથે થોપી દેવાઇ તાલુકા શિક્ષણ કચેરીમાં હાલમાં એકપણ કાયમી કર્મચારી નથી. જેથી સરકારી કાગળોની કામગીરી માટેની વધારાની જવાબદારી શિક્ષકોને આપવામાં આવી છે.જેમાં હંગામી ધોરણે ચાર્જ નલિયા અને છાડુરાના શિક્ષકને અપાયો છે.

shortage of teachers in Abdasa taluka
file picture

માસ્તરોએ વ્યથા ઠાલવતા જણાવ્યું કે,સરકાર અને વિભાગ દ્વારા અનેકવિધ કાર્યસૂચિ જાહેર કરવામાં આવે છે. એક તો સ્ટાફ ઘટ તેમાંય સરકારી કામો કરવાના જેથી છાત્રોને ક્યારે ભણાવવા ? એ સવાલ ઉઠવા પામ્યો છે.મીટીંગમા જાવું, ચોપડામાં વિગતો ભરવી કે પછી ભણતર પર ફોક્સ કરવું તેની વિમાસણ વધી ગઈ છે.

આ પણ વાંચો..Morari Bapu visited Dholavira: મોરારી બાપુએ વિશ્વ વિરાસત સ્થળ ધોળાવીરાની લીધી મુલાકાત

તાલુકામાં શિક્ષકોની ઘટ(shortage of teachers in Abdasa taluka) પછવાડે સમસ્યા ઉકેલાતી નથી વારંવાર રજુઆત કરવા છતાં કોઈ નિવારણ આવતું નથી. સ્થાનિક પદાધિકારીઓ પણ નિષ્ક્રિય બનીને બેઠા છે જેથી રાજકારણ તરફ ઈશારો કરવામાં આવ્યો છે. કારણકે અગાઉ ભાજપની સતા હતી હવે કોંગ્રેસની સતા છે. જેથી સતાના જોકમાં વિદ્યાથીઓનું ભાવી અધ્ધરતાલ થઈ ગયું હોવાનું લોકો કહી રહયા છે. તાજેતરમાં શિક્ષણ વિભાગ દ્વારા ફેરબદલી અંગે છૂટછાટ આપવામાં આવતા તાલુકામાંથી 50 થી 60 શિક્ષકો પોતાની બદલી અન્યત્ર તાલુકામાં અને જિલ્લામાં કરાવી ગયા હોવાનું જાણવા મળે છે. જેથી શિક્ષકોની ઘટ વચ્ચે સમસ્યા વિકટ બની છે.

Gujarati banner 01