NEW cm Goa

Chief minister of Goa and Manipur: ગોવાના મુખ્યમંત્રી બનશે પ્રમોદ સાવંત, તો મણિપુરમાં સતત બીજી વખત મુખ્ચમંત્રી બન્ચા એન બિરેન સિંહ- વાંચો વિગત

Chief minister of Goa and Manipur: કેન્દ્રીય મંત્રી અને ગોવા માટે ભાજપના કેન્દ્રીય પર્યવેક્ષક નરેન્દ્ર સિંહ તોમરે સાવંતના નામની જાહેરાત કરતા કહ્યુ, ‘વિશ્વજીત રાણેએ ધારાસભ્ય દળના નેતાના રૂપમાં પ્રમોદ સાવંતના નામનો પ્રસ્તાવ રાખ્યો

નવી દિલ્હી, 21 માર્ચઃ Chief minister of Goa and Manipur: ગોવામાં મુખ્યમંત્રી ચહેરાને લઈને સસ્પેન્સ ખતમ થઈ ગયું છે. ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં પ્રમોદ સાવંતને નેતા ચૂંટવામાં આવ્યા છે. તેમના નામનો પ્રસ્તાવ વિશ્વજીત રાણેએ રાખ્યો હતો. સાવંત સતત બીજીવાર રાજ્યના મુખ્યમંત્રી બનશે. બેઠકમાં ભાજપના કેન્દ્રીય પર્યવેક્ષક નરેન્દ્ર સિંહ તોમર, એલ મુરૂગન અને ગોવા ચૂંટણી પ્રભારી દેવેન્દ્ર ફડણવીસ હાજર રહ્યા હતા. ત્રણેય નેતાઓએ ધારાસભ્યો સાથે મુલાકાત કરી હતી. ધારાસભ્યોએ સાવંત પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. હવે તે રાજ્યપાલ પી એસ શ્રીધરન પિલ્લઈને મળીને સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે. 

કેન્દ્રીય મંત્રી અને ગોવા માટે ભાજપના કેન્દ્રીય પર્યવેક્ષક નરેન્દ્ર સિંહ તોમરે સાવંતના નામની જાહેરાત કરતા કહ્યુ, ‘વિશ્વજીત રાણેએ ધારાસભ્ય દળના નેતાના રૂપમાં પ્રમોદ સાવંતના નામનો પ્રસ્તાવ રાખ્યો. બધાએ સર્વ સંમત્તિથી તેમને નેતા પસંદ કર્યા છે. તે આગામી 5 વર્ષ માટે ધારાસભ્ય દળના નેતા હશે.’

ગોવાના નવ નિયુક્ત સીએમ પ્રમોદ સાવંતે કહ્યુ, ‘હું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો આભાર માનવા ઈચ્છુ છું જેણે મને આગામી 5 વર્ષ માટે ગોવાના સીએમના રૂપમાં કામ કરવાની તક આપી. મને ખુશી છે કે ગોવાના લોકોએ મારો સ્વીકાર કર્યો છે. હું રાજ્યના વિકાસ માટે દરેક સંભવ પ્રયાસ કરીશ.’

નોંધનીય છે કે, ગોવા વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 40માંથી 20 સીટો પર જીત મેળવી હતી. અહીં સરકાર બનાવવા માટે 21 સીટોની જરૂર હોય છે. મહારાષ્ટ્રવાદી ગોમંતક પાર્ટી (એમજીપી) ના બે ધારાસભ્યો અને ત્રણ અપક્ષ ધારાસભ્યોએ ભાજપનું સમર્થન આપવાની જાહેરાત કરી છે. તેવામાં ભારતીય જનતા પાર્ટી ગોવામાં સતત ત્રીજીવાર સરકાર બનાવવા જઈ રહી છે. ગોવા વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને 11 સીટ મળી છે. 

ભાજપના નેતા એન બિરેન સિંહ (N Biren Singh) સોમવારે બીજી વખત મણિપુરના મુખ્યમંત્રી બન્યા છે. ઈમ્ફાલ ખાતે રાજ્યપાલ એલ ગણેશન દ્વારા તેમને મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કરાવવામાં આવ્યા હતા. આ પ્રસંગે બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા સહિત ભાજપના ઘણા વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા. એન બિરેન સિંહનો મુખ્યમંત્રી તરીકે આ સતત બીજો કાર્યકાળ છે.  

આ પણ વાંચોઃ Amir khan statement about the kashmir files: ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સ પર આમિર ખાને આપ્યુ મોટુ નિવેદન, એવુ કહ્યું કે તમને પણ ફિલ્મ જોવાની ઇચ્છા થશે- વાંચો વિગત

તમને જણાવી દઈએ કે, મણિપુર બીજેપી વિધાયક દળની બેઠકમાં એન બિરેન સિંહને સર્વસંમતિથી રાજ્યના મુખ્યમંત્રી તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. બિરેન  સિંહને સીએમ તરીકે પસંદ કર્યા બાદ, કેન્દ્રીય નિરીક્ષક નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું હતું કે, આ એક ખૂબ જ સારો નિર્ણય છે. તે સુનિશ્ચિત કરશે કે, મણિપુરમાં એક સ્થિર અને જવાબદાર સરકાર છે જે વધુ નિર્માણ કરશે. કારણ કે કેન્દ્ર પીએમ મોદીના નેતૃત્વ હેઠળ ઉત્તર પૂર્વીય રાજ્યો પર ધ્યાન આપે છે. એન બિરેન સિંહને 32 ધારાસભ્યો સાથે સર્વસંમતિથી બીજેપી વિધાયક દળના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા હતા.

મણિપુરના સીએમ એન બિરેન સિંહે કહ્યું કે, મારી સરકારનું પહેલું પગલું રાજ્યને ભ્રષ્ટાચાર મુક્ત બનાવવાનું હશે. રાજ્યમાંથી ભ્રષ્ટાચાર નાબૂદ કરવા માટે હું દિવસ-રાત કામ કરીશ. સાથે જ આગામી પગલું રાજ્યમાંથી કોઈપણ પ્રકારની ડ્રગસ્ સંબંધિત બાબતોને નાબૂદ કરવાનું રહેશે. ત્રીજું પગલું, હું એ જોવાનો પ્રયાસ કરીશ કે રાજ્યમાં કાર્યરત તમામ બળવાખોરોને વાટાઘાટના ટેબલ પર લાવવામાં આવે અને વાતચીત થાય. આ ત્રણ મારી પ્રાથમિક ફરજો હશે.

Gujarati banner 01