chashma fream 20180210751

Study: નિયમીત રીતે ચશ્મા પહેરતા લોકોને મળશે કોરોનાથી રાહત- વાંચો સંપૂર્ણ અહેવાલ

Study

નવી દિલ્હી, 27 ફેબ્રુઆરીઃ તાજેતરમાં જ થયેલા સર્વે(Study)માં આ વાત સામે આવી છે. જે લોકો ચશ્મા પહેરે છે, તેમને કોરોના વાયરસનું સંક્રમણ અન્ય લોકો કરતા 3 ગણુ ઓછુ થાય છે. તેનું કારણ એવુ છે કે, મોટા ભાગના કિસ્સામાં જ્યારે કોઈ વ્યક્તિ પોતાના સંક્રમિત હાથથી આંખ, નાક અને મોંને ટચ કરે છે, તો આ વાયરસ શરીરની અંદર પ્રવેશ કરે છે. ત્યારે આવા સમયે જ્યારે મો અને નાક પર માસ્ક છે અને આંખો પર ચશ્મા લગાવ્યા હતા, તો ચશ્મા પહેરનારા લોકો પોતાના આંખોને ઓછુ ટચ કરે છે અને એટલા માટે તેમને કોરોનાનું ઓછુ સંક્રમણ લાગે છે.

medRxiv, હેલ્થ સાયન્સ સાથે જોડાયેલી દુનિયાની ખ્યાતનામ વેબસાઈટ છે, જેના પર ભારતમાં થયેલા સ્ટડીને પ્રકાશિત કરવામાં આવી છે. ઉત્તર ભારતના કાનપુર સ્થિત એક હોસ્પિટલમાં આ સ્ટડી(Study) થઈ હતી, જેમાં સંશોધન કર્તાઓએ 304 લોકોને શામેલ કર્યા હતા. અને આ તમામ લોકોમાં કોરોનાના લક્ષણો જોવા મળ્યા હતા. આ સ્ટડીમાં શામેલ થયેલા 18 ટકા લોકો એવા હતા, જે નિયમીત રીતે ચશ્મા પહેરતા હતા.

Whatsapp Join Banner Guj

આ સ્ટડી(Study)માં શામેલ સંશોધન કર્તાઓએ નોંધ્યું છે કે, ભાગ લેનારા દરેક વ્યક્તિ સરેરાશ દરેક કલાકમાં 23 વાર પોતાનો ચહેરો હાથે લગાવ્યો હતો અને દર કલાકે ત્રણ વાર આંખને ટચ કર્યુ હતું. ત્યારે આવા સમયે એ વાત સામે આવી છે કે, જે લોકો ચશ્મા પહેરે છે તેને બાકીના કરતા 3 ગણુ કોરોનાનું સંક્રમણ ઓછુ લાગ્યુ હતું. સ્ટડીમાં સામે આવ્યુ છે કે, દૂષિત હાથોથી આંખ, મોને ટચ કરવાથી વાયરસ જલ્દી ફેલાઈ છે. ત્યારે આવા સમયે લાંબા સમય સુધી ચશ્મા પહેરી રાખવાથી વારંવાર હાથથી આંખોને ટચ કરતા રોકી શકાય છે.

આ પણ વાંચો…

બિલાડીની સાઇઝની છે આ ગાય(Punganuru), રોજ આપે છે 5 લીટર દૂધ- જુઓ વીડિયો