Collector RG Gohil 2

આણંદ કલેકટરે પોતાના અદના સેવકને આપ્યું અનોખુ નિવૃતિ વિદાયમાન

Collector RG Gohil 2

સેવકને કલેક્ટરના આસન પર બેસવાની નોખી ખુશી આપી કદરદાન કલેકટરશ્રી આર.જી.ગોહિલે

Collector RG Gohil

કલેકટર સાહેબની ખુરશી એ જિલ્લાનું સર્વોચ્ય પદ ગણાય છે.ઉચ્ચ શિક્ષિત લોકોનું આ ખુરશી પર બેસવાનું સ્વપ્ન પણ પૂરું થતું નથી ત્યારે એક અલ્પ શિક્ષિત સેવકને આ ખુરશી પર બિરાજવા મળે એ મિનિટો જીવનની અદકેરી ખુશીની આજીવન યાદગાર બની જાય એ સ્વાભાવિક છે. આણંદ કલેકટર કચેરીમાં નિષ્ઠા,સેવા અને સમર્પણના ભાવથી નોકરી પૂરી કરીને વિદાય લેતા અદના કર્મચારી ફતેસિંહ મકવાણાને કલેક્ટરના આસન પર બીરાજવાની ખુશીની અનોખી ભેટ આણંદના કદરદાન કલેકટર શ્રી આર.જી.ગોહિલે આપી ત્યારે સહુના મુખ પર એક અનેરી,જવલ્લેજ બનતી ઘટના ના સાક્ષી બનવાનો આનંદ ફરી વળ્યો. ફતેસિંહ એ અહી પદભાર સંભાળી ચૂકેલા ૧૫ જેટલા કલેકટર સાહેબો સાથે ફરજો અદા કરી છે.

Collector RG Gohil 4

કલેકટરશ્રી ઓ બહુધા દિવસના દસ કલાક તો કચેરીમાં કામ કરતાં જ હોય છે.સંકટના સમયે તો ૧૮ થી ૨૦ કલાક એમની ઑફિસ ચાલતી હોય છે.એટલે કલેકટર કચેરીના પટાવાળાનો હોદ્દો ભલે નાનો રહ્યો પણ જવાબદારી કપરી હોય છે.ખૂબ વિવેક,સૂઝ સમઝ,સમયસૂચકતાના ગુણો હોય તે જ આ પદ સંભાળી શકે. ફતેસિંહ એ યોગ્યતા પુરવાર કરી અને ખૂબ ઉમદા વિચારો ધરાવતા ગોહિલ સાહેબે, નોકરીના છેલ્લા દિવસે ફતેસિંહને પોતાની ખુરશી પર બેસાડી જે અદ્વિતીય સન્માન આપ્યું એ સહુને નિષ્ઠા અને સમર્પણ ના સુપરીનામ ની પ્રતીતિ કરાવે છે.આવું સન્માન આપનાર અને મેળવનાર,બંને સલામ ને પાત્ર છે.
આણંદ નજીક ત્રનોલના રહેવાસી ફતેસિંહ મકવાણા ૩૮ વર્ષની સુદીર્ઘ સેવાઓ આપી ૩૧મી જુલાઇ – ૨૦૨૦ ના રોજ વય નિવૃત થયા હતા.આણંદના કલેકટર શ્રી ગોહિલ સાહેબે તેમને અનોખું વિદાયમાન આપ્યું જેથી તેમની ખુશીનો પાર ન રહ્યો.

Collector RG Gohil 3

કલેકટર કચેરીમાં ભગતના હુલામણા નામથી ઓળખાતા ફતેસિંહ ભાઈ કહે છે કે ભગત એટલે સ્વભાવે, વાણી,વર્તન ને ભગત જેવા રહેવું પડે.

તેઓ કહે છે કે અત્યાર સુધી મેં ૧૫ જેટલા કલેકટર સાહેબો સાથે નિષ્ઠા અને પ્રમાણિકતાથી મારી ફરજો અદા કરી હતી જેનું સન્માન થયું છે. મને કલ્પના પણ ન હતી કે આવું મારૂ સન્માન થશે.ખરેખર આ સન્માન મારે માટે જીવનભર યાદગાર પલ બની રહેશે.
હાલના કલેકટર ગોહિલ સાહેબ નાના કર્મીઓ માટે ખૂબ જ આદરભાવ અને સંવેદના ધરાવે છે. મને આવું ભવ્ય વિદાયમાન આપવા બદલ હું સાહેબ નો આભાર વ્યક્ત કરું

રિપોર્ટ: દિલીપ ગજ્જર, અસિસ્ટન્ટ ડાયરેકટર, માહિતી વિભાગ ગાંધીનગર