55

સુકન્યા સમૃદ્ધિ યોજનાના નિયમોમાં થયા છે આ બદલાવ- વાંચો સંપૂર્ણ માહિતી

55

નવી દિલ્હી,18 ડિસેમ્બરઃ દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકાર તરફથી શરૂ કરવામાં આવેલી સુકન્યા સમૃદ્ધિ યોજનામાં કેટલાંક બદલાવ કરવામાં આવ્યા છે. આ યોજના હેઠળ ખાતું ખોલવા માટે ફક્ત 250 રૂપિયાની જ જરૂરિયાત છે. ખાતાને એક્ટિવ રાખવા માટે, દર વર્ષે 250 રૂપિયાની ઓછામાં ઓછી ડિપોઝિટ આવશ્યક છે જો ન્યુનત્તમ રકમ પણ ખાતામાં જમા કરાવી શકાતી નથી, તો આવા એકાઉન્ટને ડિફોલ્ટ એકાઉન્ટ માનવામાં આવે છે. નવા નિયમો અનુસાર, જો ખાતું ફરીથી એક્ટિવ નહીં થાય, તો પાકતી મુદત સુધી ડિફોલ્ટ ખાતા પર  સ્કીમ માટે લાગુ દરે વ્યાજ મળશે. જ્યારે અગાઉ ડિફોલ્ટ એકાઉન્ટ્સ પર  પોસ્ટ ઑફિસ બચત ખાતા માટે લાગુ દરે વ્યાજ ચૂકવવામાં આવતું હતું.

નવા નિયમો અનુસાર, પુત્રીના મૃત્યુની ઘટનામાં અથવા કરુણાના આધારે સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટને સમય પહેલા બંધ કરવાની મંજૂરી આપવામાં આવી છે. કરુણામાં ખાતાધારકની જીવલેણ બીમારીની સારવાર અથવા માતાપિતાના મૃત્યુ જેવી સ્થિતિ શામેલ છે. અગાઉ, એકાઉન્ટ ફક્ત બે સંજોગોમાં બંધ થઈ શકતુ હતું. પ્રથમ, પુત્રીના મૃત્યુના કિસ્સામાં અને બીજું, તેનું સરનામું બદલવાની સ્થિતિમાં.

જૂના નિયમો અનુસાર, પુત્રીને 10 વર્ષની ઉંમરેથી ખાતું ઓપરેટ કરવાની મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ નવા નિયમો અનુસાર, પુત્રી હવે ફક્ત 18 વર્ષની હશે ત્યારે જ ખાતું ઓપરેટ કરી શકશે. ત્યાં સુધી માતાપિતા ખાતું ચલાવશે. પુત્રી 18 વર્ષની થઈ ગયા પછી, ખાતુ ચાલુ હોય ત્યાં જરૂરી દસ્તાવેજો બેંક / પોસ્ટ ઑફિસમાં જમા કરાવવા પડે છે.

whatsapp banner 1

યોજના અંતર્ગત બે પુત્રી માટે ખાતું ખોલાવી શકાય છે. જો કે, એક પુત્રીના જન્મ પછી જો બે જોડિયા દીકરીઓ હોય, તો તે બધા માટે ખાતું ખોલી શકાય છે. નવા નિયમો અનુસાર, જો બેથી વધુ પુત્રીએ ખાતું ખોલવું હોય તો, જન્મ પ્રમાણપત્ર સાથે સોગંદનામું રજૂ કરવું પડશે. જ્યારે અગાઉ, વાલીને ફક્ત મેડિકલ  સર્ટિફિકેટ જમા કરાવવાની જરૂર હતી.

આ ઉપરાંત કેટલાંક અન્ય બદલાવ પણ કરવામાં આવ્યા છે. નવા નિયમોમાં ખાતામાં ખોટુ વ્યાજ નાંખવા પર તેને ફરીથી પલટાવવાની જોગવાઇ હટાવવામાં આવી છે. આ ઉપરાંત નવા નિયમો અંતર્ગત ખાતામાં વ્યાજ નાણાકીય વર્ષના અંતમાં ક્રેડિટ કરવામાં આવશે.

નોંધનીય છે કે 2015 માં, કેન્દ્ર સરકારે કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા માટે સુકન્યા સમૃદ્ધિ યોજના શરૂ કરી હતી. આ યોજનાનો હેતુ દિકરીઓના શિક્ષણ અને તેમના લગ્નના ખર્ચ સરળતાથી પૂરા કરવાનો છે. પુત્રીઓના લગ્ન અને અભ્યાસ અંગે ચિંતિત માતા-પિતા માટે સુકન્યા સમૃદ્ધિ યોજના ખૂબ મદદરૂપ છે.

આ પણ વાંચો….

ભીડભંજન હનુમાન મંદિરના કોઠા પાપડીના મેળાને લાગ્યુ કોરોનાનું ગ્રહણ, 500 વર્ષથી યોજાય છે આ દિવસે મેળો