WhatsApp Image 2020 11 29 at 7.07.06 PM edited

ભીડભંજન હનુમાન મંદિરના કોઠા પાપડીના મેળાને લાગ્યુ કોરોનાનું ગ્રહણ, 500 વર્ષથી યોજાય છે આ દિવસે મેળો

WhatsApp Image 2020 11 29 at 7.07.06 PM edited

ભરુચ,18 ડિસેમ્બરઃ ભરુચમાં આવેલા ભીડ ભંજન હનુમાન મંદિર ખાતે માગશર મહિનાના દર ગુરૂવારે કોઠા પાપડીનો મેળો યોજાય છે. પરંતુ કોઠા પાપડીના મેળાને પણ કોરોનાનું ગ્રહણ લાગ્યુ છે. કોઠા પાપડી સહિતની લારીઓના મેળાવડા જામે તેવી દહેશતથી મેળો રદ કરાયો હતો. માગશર મહિનાના દર ગુરૂવારે યોજાતા મેળાને મંદિર અને દરગાહના સંચાલકોએ રદ કરવાનો નિર્ણય કર્યો.

whatsapp banner 1

ભરૂચમાં છેલ્લા ૫૦૦ કરતા પણ વધુ વર્ષોથી ભીડભંજન હનુમાન મંદિરે મેળો યોજાય છે. જો કે માગશર માસના પ્રથમ ગુરુવારે આવેલા શ્રદ્ધાળુઓમાં નિરાશા જોવા મળી હતી. દર વર્ષે મંદિર અને મસ્જિદ વચ્ચેના પટાંગણમાં કોમીb એકતાના દર્શન થાય છે. ભીડભંજન હનુમાન મંદિરના દર્શન અને સામે આવેલી સુલતાન બાવાની દરગાહના દર્શનથી લોકોની અનેક મનોકામના પૂર્ણ થતી હોવાની માન્યતા છે.

આ પણ વાંચો….

મમતાની ચિંતામાં વધારો, એક પછી એક નેતા ટીએમસી છોડીને ભાજપમાં જોડાય તેવી શક્યતા