Oldage Patient 2

વયોવૃધ્ધ વ્યક્તિઓની ઝિંદાદીલી પાસે નબળો પડતો કોરોના

Oldage Patient 2
  • એક જ દિવસમાં ૬૦ વર્ષના ૧૨ વૃધ્ધજનોએ કોરોનાનો કર્યો સફાયો
  • ક્રિટિકલ પરિસ્થિતિમાં ૨૪x૭ કલાક દર્દીઓની સેવામાં કાર્યરત આરોગ્ય કર્મીઓ
  • જો “મોટી ઉંમર છે” ના ભયથી મુક્ત બની ગયા, તો આપમેળે કોરોનાથી મુક્ત બની જશો ૬૨ વર્ષીય દમયંતીબેન પંડ્યા

 અહેવાલ: પ્રિયંકા પરમાર,રાજકોટ

રાજકોટ, ૦૧ ઓક્ટોબર: કોરોનાને બેરંગ કરવા રંગીલા રાજકોટવાસીઓ બુલંદ હોંસલા અને સકારાત્મકતા સાથે કોરોના સામે લડાઈ લડી રહ્યા છે. જેનો સફળ દાખલો રાજકોટના ૬૦ વર્ષના ૧૨ વયોવૃધ્ધ વ્યક્તિઓએ બેસાડ્યો છે. મોટી ઉંમર, ડાયાબીટીસ અને બી.પી છે તેવા ભયથી ડર્યા વગર સમયસર સારવાર લઈને સંપૂર્ણ સ્વસ્થ થતાં ૧૨ વૃધ્ધ લોકો આજે અન્યો માટે પ્રેરણારૂપ ઉદાહરણ બન્યા છે.

  સુરેશ દલાલના મસ્તીના મિજાજ સાથે ઘડપણનું જીવન જીવવાની સકારાત્મક બાજુને રજુ કરતી કાવ્યની પંક્તિના “મરણ આવે ત્યારે વાત, અત્યારે તો જીવન સાથે ગમતી મુલાકાત” ના શબ્દોને ૬૨ વર્ષીય દમયંતીબેન પંડ્યાએ સાચા અર્થમાં સાર્થક કર્યા છે.

Oldage Patient

 એકમદ સ્વસ્થ થઈને દિકરા અને વહુની સેવાનો લાભ લઈ રહેલા દમયંતીબેનએ સમરસ કોવીડ કેર સેન્ટરમાં મળેલી સારવાર અંગે જણાવતા કહ્યું હતું કે, ” હું ૬૨ વર્ષની છું તો શું? અરે હું શું કોઈપણ ૬૦ વર્ષથી વધુ ઉંમરના હોય તો શું? ૧૧ દિવસની સારવાર લીધા બાદ, ત્યાંના આરોગ્ય કર્મીઓની સેવાને જોયા બાદ એટલું જ કહીશ કે, સારવાર લેવા જતી પહેલા મનમાંથી તો ‘‘હું મોટી ઉંમરનો છું’’ એ ભાવ કાઢીને જ જવું. જો એ કાઢીને ગયાં તો સમજો તમે કોરોનાથી એ જ ક્ષણે મુક્ત થઈ જશો. ઘરમાં પણ રોજ પલંગના ઓછાડ ધોવા નથી કાઢતા પણ સમરસમાં રોજ દર્દીઓના ઓછાડ ધોવામાં આવે છે. વડીલોની માવતર બનીને સેવા કરતાં દિકરા-દિકરીને આશીર્વાદ આપ્યા વગર તમે ત્યાંથી નીકળી જ ન શકો તેવું માનવીય વાતાવરણ ત્યાંના દર્દીઓને આપવામાં આવે છે.”

loading…

  દમયંતીબેનની જેમ રાજકોટ સિવિલમાંથી સમરસ કોવીડ કેરમાં સારવાર લઈને પોતાના વતન અમરેલી પરત ફરેલા ૭૫ બળદેવભાઈ મહેતાએ ગદગદીત સ્વરે કહ્યું હતું કે,” હું મારા ૬૭ વર્ષીય પત્ની કૈલાશબેન સાથે સારવાર અર્થે સમરસ કોવીડ કેર સેન્ટરમાં દાખલ થયાં હતા. મારા પત્નીનું બી.પી. ડાઉન થતાં ત્યાંના મેડકીલ સ્ટાફે માત્ર ૩૦ મિનિટની અંદર તેનું સ્વાસ્થ્ય નોર્મલ કર્યું હતું. પી.પી.ઈ.કીટમાં નિતરતાં દર્દીઓમાંથી અમને પ્રેરણા મળતી કે જીવનમાં કશું મુશ્કેલ અને કાયમી નથી. બસ જરૂર છે તો પોતાના પર દ્રઢ વિશ્વાસદમયંતીબેન અને બળદેવભાઈની જેમ અન્ય ૧૨ વયોવૃધ્ધ વ્યક્તિઓ તેમના આત્મવિશ્વાસ અને આરોગ્ય કર્મીઓની યોગ્ય સારવારથી એકદમ તરોતાજા થઈને પોતાના સ્નેહીજનો પાસે પરત ફર્યા છે. જે પરથી સાબિત થાય છે કે, ઉંમરના ભયને વધારવા કરતાં મનના મનોબળને વધારશું તો અવશ્ય કોરોનામાંથી બહાર આવશું.