Monuments

સાહસિક પ્રવૃત્તિઓનો મહાસાગર સમાં યુથ હોસ્ટેલ્સ જામનગર (Youth Hostel Jamnagar) યુનિટનો આજે 42માં વર્ષમાં પ્રવેશ

સાહસિક પ્રવૃત્તિઓનો મહાસાગર સમાં યુથ હોસ્ટેલ્સ જામનગર (Youth Hostel Jamnagar) યુનિટનો આજે 42માં વર્ષમાં પ્રવેશ

રાષ્ટ્રીયકક્ષાએ માલિકીનું કાર્યાલય ધરાવતું એકમાત્ર (Youth Hostel Jamnagar) જામનગર યુનિટ: 1200થી વધુ આજીવન સભ્યો વર્ષ દરમ્યાન પર્યાવરણ અને પર્વતોના ખોળે કરે છે રોમાંચક પ્રવાસો

Youth hostel jamnagar monuments


અહેવાલ: જગત રાવલ, જામનગર
જામનગર, ૩૦ જાન્યુઆરી:
ગુજરાતના લબ્ધપ્રતિષ્ઠિત કવિ ઉમાશંકર જોષીએ ખૂબ સરસ લખ્યું છે કે ‘ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા, જંગલની કુંજકુંજ જોવી હતી, જોવી’તી કોતરોને જાીવીતી કંદરા, રોતા ઝરણાંની આંખ લ્હોવી હતી’ કુદરતના ખોળે ફરવાની આ સરસ કવિતાનું જાણે અક્ષરસહ પાલન કરતું હોય તેમ જામનગરની યુથ હોસ્ટેલ્સ શાખા Youth Hostel Jamnagar આજે તેની સ્થાપનાના 41 વર્ષ પૂર્ણ કરી 42માં વર્ષમાં પ્રવેશ કરી રહી છે.

આંતર રાષ્ટ્રિય ફલક પર સાહસીક પ્રવાસોનું આયોજન કરતી યુથ હોસ્ટેલની સમગ્ર વિશ્ર્વમાં અનેક શાખાઓ છે જે વન-વગડા, જંગલો અને પર્વતો પર ટે્રકીંગના કાર્યક્રમો યોજે છે આજથી 41 વર્ષ પૂર્વે જામનગરમાં તા.30-1-1980ના ઐતિહાસીક દિવસે યુથ હોસ્ટેલ્સ આંતર રાષ્ટ્રિય સંસ્થાની શાખા જામનગરમાં ખોલવામાં આવી હતી. સંસ્થાના સ્થાપના સમયે ડો.કે.એસ.શાહ, ભાનુભાઇ દોશી, રાહીર, ઇન્દુભાઇ વોરા, આર.એલ.શાહ, હરીશભાઇ રાવલ, ડી.પી.ધોળકીયા પ્રકાશ વૈધ અને સોમચંદભાઇ શાહ, પ્રવિણભાઇ કારીયા, દિગ્જામના પ્રમુખ બાલા સરીયાજી, બાપાલાલ સુતરીયા વિગેરેએ સક્રિય રસ લીધો હતો.

સંસ્થા દ્વારા રાષ્ટ્રિય યુનીટના પહેલા ટ્રેકીંગ કેમ્પમાં જામનગરથી આર.એલ.શાહ, હરીશભાઇ રાવલ અને ડી.પી.ધોળકીયા અને પ્રકાશભાઇ વૈધએ ભાગ લીધો હતો અને સુખદ અનુભવ મળતા જામનગરમાંથી પણ જામનગર યુનિટના ટ્રેકીંગ કેમ્પનું આયોજન શરૂ કર્યુ હતું. માત્ર 50 પ્રારંભીક સભ્ય સંખ્યાથી શરૂ થયેલા જામનગર યુનિટમાં આજે 1200થી વધુ આજીવન સભ્યો છે જેથી કહી શકાય કે 41 વર્ષ પૂર્વે રોપવામાં આવેલા જામનગર શાખાના બીજ આજે વિશાળ વટવૃક્ષ બની જવા પામ્યા છે.

જામનગર યુથ હોસ્ટેલ્સ શાખા Youth Hostel Jamnagar પર્વતારોહણના કાર્યકમોમાં તો અગ્રેસર છે જ સાથો-સાથ સંસ્થાની સિધ્ધીએ રહી છે કે સમગ્ર દેશમાં એક માત્ર સંસ્થાની પોતાની માલિકીનું કાર્યલય જો કોઇ હોય તો તે જામનગર યુનિટનું છે જે ઇન્દ્રપ્રસ્થ કોમ્પલેક્ષમાં છઠા માળ પર કાર્યરત છે. જેનું ઉદ્ઘાટન માટે હાલના કેન્દ્રીય મંત્રી અને તે સમયે યુથ હોસ્ટેલ્સ ગુજરાત શાખાના ચેરમેન પુરૂષોત્તમ રૂપાલા જામનગર આવ્યા હતા અને કાર્યાલય ખુલ્લુ મુકયું હતું.

Whatsapp Join Banner Guj

જામનગર શાખામાંથી જામનગરના સાહસીક અને પ્રકૃતિપ્રેમીઓને દેશના ખુણેખુણે હીમાચલ પ્રદેશથી લઇને આંદોબાર-નિકોબાર સુધી અને ઓખાથી લઇ આસામ સુધી પર્વતારોહણ સહિતની સાહસિક પ્રવૃત્તિ કરાવી સબબ નેતૃત્વ પુરૂ પાડનાર જામનગર યુનિટના સદસ્યો કે.એસ.શાહ, રશ્મિકાંત છીપા, રમેશભાઇ બારદાનવાલા, આર.એલ.શાહ, કિરીટભાઇ શાહ, અમે.યુ.ઝવેરી, અનંતભાઇ પરમાર અને છગનભાઇ મોઢવાડીયા, કુ.વર્ષાબેન સોલંકી, મિલનભાઇ ઠાકરે યુનિટની રાજય અને રાષ્ટ્રિય શાખાઓમાં પણ વિવિધ હોદાઓ પર કામગીરી કરી પોતાની સેવાઓનું પ્રદાન કર્યુ અને જામનગરનું ગૌરવ વધાર્યુ છે.

Youth Hostel Jamnagar Monuments

માત્ર સાહસિક પ્રવૃત્તિઓ જ નહી પણ સમય આવીએ જામનગર યુથ હોસ્ટેલ્સ દ્વારા આરોગ્ય લક્ષી, સામાજિક, સાંસ્કૃતિક અને રમત-ગમતની પ્રવૃત્તિઓ પણ કરવામાં આવી છે અને સંસ્થા દ્વારા સામાજિક જવાબદારી નીભાવવામાં આવી છે. 1200 સભ્યોની સભ્ય સંખ્યા ધરાવતી યુથ હોસ્ટેલ્સ જામનગર આજે 41 વર્ષ પૂર્ણ કરી 42માં વર્ષમાં પ્રવેશ કરે છે ત્યારે ક્રોર્કીટના જંગલો, મોબાઇલની માયાજાળ અને સતત ટ્રેસ વચ્ચે જીવતા કાળા માથાના માનવીને સ્વચ્છ નૈસર્ગિક વાતાવરણમાં લઇ જવાનું કાર્ય અવિરત રહે તેવી શુધકામના ઓ..

આ પણ વાંચો…Budget session: ખેડૂત આંદોલન વિશે વાત કરતા વડાપ્રધાને કહ્યું ખેડૂતો અને મારા વચ્ચે માત્ર એક ફોનનો જ અંતર છે..!