Fasting health tips

Fasting health tips: આ રીતે ઉપવાસ રાખીને પણ જાળવી શકો છો તમારી ઇમ્યુનિટી- વાંચો વિગત

Fasting health tips: કોરોનાથી બચવા માટે સારી ઈમ્યુનિટી અને હેલ્ધી ખોરાકની જરૂર છે. આવી સ્થિતિમાં, ઘણા લોકોના મનમાં એક સવાલ છે કે ઉપવાસ દરમિયાન શું ખાવું અને શું ન ખાવું ? તે અત્યારના સમયમાં મોટો પ્રશ્ન છે.તો આવો આવા જ સવાલના જવાબ મેળવીએ

હેલ્થ ડેસ્ક, 09 ઓગષ્ટઃ Fasting health tips: કોરોનાવાયરસ (Coronavirus) વિશે ડર પણ છે, કારણ કે કોરોનાથી બચવા માટે સારી ઈમ્યુનિટી(Immunity) અને હેલ્ધી ખોરાકની જરૂર છે. આવી સ્થિતિમાં, ઘણા લોકોના મનમાં એક સવાલ છે કે ઉપવાસ દરમિયાન શું ખાવું અને શું ન ખાવું જેથી આપણી ઈમ્યુનિટી સારી રહે. જો તમારા મનમાં પણ આવા પ્રશ્નો છે, તો અમે તમને કેટલીક ટીપ્સ આપી રહ્યા છીએ, જેના અનુસરણ દ્વારા તમે તમારી જાતને કોરોનાથી બચાવી શકો છો.

આ પણ વાંચોઃ Protest by hindu people in PAK: હિંદુઓ વિરૂદ્ધ અત્યાચાર વિરૂદ્ધ કરાચીમાં પ્રદર્શન, લાગ્યા ‘જય શ્રી રામ-હર હર મહાદેવ’ના નારા- વાંચો સંપૂર્ણ વિગત

  • થોડા થોડા સમયે ખાતા રહો – નવરાત્રીના વ્રત દરમિયાન લાંબા સમય સુધી ખુદને ભૂખ્યા ન રાખશો. તંદુરસ્ત રહેવા માટે, મહત્વપૂર્ણ છે કે તમે થોડા થોડા સમયના અંતરે હળવા વસ્તુઓ ખાતા રહો.
  • ડિહાઇડ્રેશન થી બચો- તમારી જાતને હાઇડ્રેટેડ રાખવા માટે પાણી પીવો. પાણી સિવાય તમે દર 3 કલાકે છાશ, દહીં, દૂધ અને ફળોનું સેવન કરી શકો છો. આવુ કરવાથી તમને લાંબા સમય સુધી ભૂખ લાગશે નહીં અને ખુદને હાઇડ્રેટેડ રાખવામાં સમર્થ હશો. આની મદદથી તમે તમારી ઈમ્યુનિટી પણ વધારી શકશો.
  • બટાટામાંથી બનેલી વસ્તુઓ ખાવાનું ટાળો- મોટાભાગના લોકો નવરાત્રી દરમિયાન બટાકાની બનેલી વસ્તુઓ ખાય છે. પરંતુ જો તમે ઉપવાસ દરમિયાન પોતાને સ્વસ્થ અને ફીટ રાખવા માંગતા હોવ તો બટાકાને બદલે તમે વ્રતમાં ખાવામાં લીલી શાકભાજી ખાઈ શકો છો. જો તમારે બટાકા ખાવા માંગતા હોય તો ફ્રાય બટાટાને બદલે શેકી લો અને દહી વડે ખાઓ. તમે નવરાત્રીના ઉપવાસ(Fasting health tips) દરમિયાન નાળિયેર પાણી અને રસ પી શકો છો. આ તમને નબળાઈનો અનુભવ કરશે નહીં.

Fasting health tips: કેટલાક લોકોને ઉપવાસ દરમિયાન ફળ ખાવાનું ગમે છે, અને કેટલાક લોકો લિકવીડ આહાર લે છે. પરંતુ કોરોનાવાયરસ જેવા ગંભીર રોગથી બચવા માટે આપણી ઈમ્યુનિટી સારી રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેથી, તમારા આહારમાં તમે બેલેંસ ડાયેટ લો, હેલ્ધી વસ્તુઓ લો જેથી તમે સ્વસ્થ રહો.

આ પણ વાંચોઃ Tokyo olympics 2021 closing ceremony: ભારત સાત મેડલ સાથે 48 માં સ્થાને, વાંચો ક્યા દેશે કયુ સ્થાન મેળવ્યું?

આ સિવાય તમે તમારા આહારમાં દૂધ, છાશ અને શીંગાડાના લોટની દેશી ઘીથી બનેલી પુરી ખાઈ શકો છો. જેથી તમે બીજા દિવસે નબળાઇ ન અનુભવો.આ ઉપરાંત વ્રત(Fasting health tips)માં ડાયાબીટીસ, કિડનીના રોગ, માઈગ્રેન અને બ્લડપ્રેશરની સમસ્યા ધરાવતા લોકોએ વ્રત ઉપવાસ દરમ્યાન ડાયેટનું વિશેષ ધ્યાન રાખવુ જોઈએ.

  • ડાયાબીટીસના દર્દીઓ : ડાયાબિટીસના દર્દીઓએ બને ત્યાં સુધી ઉપવાસ ન કરવા જોઈએ. કારણ કે વ્રત રાખવાથી તેમનું બ્લડ સુગર ઓછું થઈ જાય છે. અને એકવાર ખાવાનું ખાય છે ત્યારે સુગર વધી જાય છે. તેમણે વ્રતમાં પાંચથી છ વાર ખાતા રહેવું જોઈએ. સફરજન, દહીં, છાશ, નારિયેળ પાણી, સલાડમાં કાકડી, ટામેટા, ગાજર ખાવા જોઈએ. રાજગરા અને કોળામાંથી બનેલી વસ્તુ ખાવી જોઈએ. સાબુદાણા અને બટાકા બિલકુલ ન ખાવા જોઈએ.
  • કિડનીના દર્દી : આ દર્દીઓએ જ્યુસ અને નારિયેળ પાણી ન પીવું. છાશ, શરબત અને દૂધ લઈ શકે છે. ડોક્ટરે લિકવિડ જેટલી માત્રામાં લેવાનું સૂચન કર્યું હોય તેટલું જ લેવું. ફળમાં માત્ર સફરજન અને પપૈયું સીમિત માત્રામાં ખાવું. ડ્રાયફ્રુટ ન ખાવા. સાબુદાણાની ખીચડી, વડા, ખીર ખાઈ શકાય છે. દહીં, બટાકા, પનીર ખાઈ શકો છો.
  • હાઈ બ્લડપ્રેશર : મીઠું વધારે ન લેવું. લિકવિડ વધારે લેવું. તળેલી વસ્તુને બદલે બાફેલી અને શેકેલી વસ્તુઓ ખાવી. ઘી અને ચીકાશવાળી વાનગી એવોઇડ કરો.
  • માઈગ્રેન : ભૂખ્યા રહેવાથી ગેસ અને એસીડીટી થાય છે. તેનાથી માથામાં દુઃખાવો થાય છે. ભૂખ્યા ન રહેવું. દિવસમાં પાંચથી છ વાર ફળ, જ્યુસ, નારીયેલ પાણી પીવું. ચા કોફીથી દૂર રહેવું.
  • આ પણ વાંચોઃ Shilpa and her mother: શિલ્પાની મુશ્કેલીમાં થયો વધારો, પતિ બાદ અભિનેત્રી અને તેની માતા પર લાગ્યા આ આરોપ- વાંચો શું છે મામલો?
Whatsapp Join Banner Guj